વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ કપડાની દુકાનમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવા ઘટના સ્થળે ફાયરની છ ગાડીઓ દ્વારા ફાયર ફાઈટિંગ કરવામાં આવ્યું હતું. આ આગ એકાએક ત્રણ કપડાની દુકાનમાં પ્રસરતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આ આગની ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.
એક સાથે ત્રણ કપડાંની દુકાનો આગની લપેટમાં : વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી શંખેશ્વર ટ્રેડિંગ કયું ,શાહ મનીલાલ ડાયાભાઈ અને ગણેશ રેડીમેટ કપડાની દુકાનમાં એકાએક આગ પ્રસરતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને લઇ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ચાર ફાયર સ્ટેશનથી ટીમો તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે તેને કંટ્રોલ લેતા 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ આગને લઈ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ આગને લઈ પોલોસ વિભાગના અધિકારીઓ અને પાલિકાના સાતધીશોના સહિત નવનિયુક્ત મેયર નીલેશ રાઠોડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો Vadodara Fire Accident: કોયલી ગ્રામ પંચાયતની કચેરીમાં ભીષણ આગ