વડોદરાઃ શહેરમાં શંકાસ્પદ કોરોના ઇફેક્રેડ મહિલાનું મોત થતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં વધારે કડક બનાવવામાં આવ્યા છે. જે હેઠળ આજે સવારે વડોદરા જિલ્લાના તમામ ઔદ્યોગીક એસોસીએશન સાથે કલેક્ટર શાલિને અગ્રવાલ દ્વારા બેઠક કરાઇ હતી. જે બેઠકમાં તમામ એસોસીએશન દ્વારા કલેક્ટરને બાંહેધરી આપવામાં આવી છે.
ઈન્ડસ્ટ્રીઝ બંધ કરવા વડોદરા કલેકટરે તમામ એસોસિએશન સાથે બેઠક કરી - ઈન્ડસ્ટ્રીઝ
વડોદરામાં કોરોનાની ગંભીર અસરો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે વડોદરા જિલ્લામાં આવેલી ઈન્ડસ્ટ્રીઝ બંધ કરવા જિલ્લા કલેકટરે તમામ એસોસિએશન સાથે બેઠક કરી હતી. જેમાં તારીખ 25મી માર્ચ સુધી 15000 ઔદ્યોગિક એકમો બંધ રાખવાની બાંહેધરી આપવામાં આવી હતી.
ઈન્ડસ્ટ્રીઝ બંધ કરવા વડોદરા જિલ્લા કલેકટરે તમામ એસોસિએશન સાથે બેઠક કરી
આ બેઠકમાં તેમણે આગામી તારીખ 25મી માર્ચ સુધી કંપની બંધ રાખવા તેમજ કર્મચારીઓને તે દિવસોનું વેતન આપવા પણ સહમતી બતાવવામાં આવી છે. જેમાં ઔદ્યોગિક એકમો દ્વારા 15,000થી વધુ નાનાં-મોટાં, મધ્યમ અને લઘુ ઔદ્યોગિક એકમો તારીખ 23મી માર્ચથી શટડાઉન આપવામાં આવ્યું છે એટલુ જ નહીં આ એકમોમાં કામ અને ઉત્પાદન બંધ રહેવા છતાં કામદારો, કર્મચારીઓ અને શ્રમયોગીઓનું વેતન કાપવામાં નહીં આવે.