વડોદરા : વાઘોડિયા તાલુકામાં સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો બહાર આવ્યો હતો. દીકરીઓ સમાજ અને સગાંસંબંધીઓમાં પણ સુરક્ષિત નથી. ત્યારે દીકરીઓની સુરક્ષા લઈને ઘણા સવાલો ઉભા થયા છે. વાઘોડીયા તાલુકામાં એક સગીર વયની દીકરી સાથે બનેલી ઘટનાને લઈને સગા સંબંધીઓમાં પણ વિશ્વાસ ઉઠી જવા પામ્યો છે. વાઘોડીયા તાલુકાના રવિ અંબાલાલ હરિજન 30 વર્ષીય યુવાન સગી માસીને ત્યાં રહેવા ગયો હતો અને માસીના દીકરાની સગીર વયની દીકરીને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો એક બનાવ સામે આવ્યો છે.
પરિવારના જ સભ્યો સાથે દુષ્કર્મની બનતી ઘટના : સમગ્ર પંથકમાં ચકચાર વાઘોડિયા તાલુકાના તાલુકાના રવિ અંબાલાલ હરિજન યુવાન સગી માસીને ત્યાં 15 દિવસથી રહેવા ગયો હતો અને માસીના દીકરાની સગીર વયની દીકરીને દશૅન કરી પરત આવીએ કહીને ભગાડી ગયો હતો. આ બંને વ્યક્તિઓ 13 ફેબ્રુઆરી 2-23ના રોજ સ્કૂટી લઈ હાલોલ દશૅન કરવાના બહાને લઈ ગયો હતો. આ સગીર દીકરી સમય મયૉદામાં પરત ન ફરતા સગીર દીકરીના પરિવારજનોએ સગાં સંબંધીઓને ત્યાં શોધખોળ શરૂ કરી હતી. સગીર દીકરીના પિતાએ ફરીયાદ નોંધાવી હતી જેને લઇને વાઘોડિયા પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચો Vadodara Crime : વડોદરાના પાદરામાં પરણીત યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું