- પાદરાના ચાણસદ ગામે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 99 જન્મ જયંતીની ઉજવણી
અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા - અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા
અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા - ગામના યુવાનોએ સોશિયલ ડિસ્ટન્સ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરી
ચાણસદ ગામે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 99 જન્મ જયંતીની ઉજવણી
વડોદરા : વિશ્વ વંદનીય અને સ્વામિનારાયણ સંપ્રદાયના પૂર્વ વડા પ્રમુખ સ્વામી મહારાજની મંગળવારના રોજ 99મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તેમના જન્મસ્થળ પાદરાના ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિને શણગારવામાં આવી હતી. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્ટ સાથે હરિ ભક્તો દર્શનનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતીની ઉજવણી 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ સાથે સેવા કરતા નારાયણ ચરણ સ્વામી પણ દર્શનાર્થે પહોંચ્યા
ચાણસદ ગામના યુવાનો દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. અલગ અલગ મીઠાઈ અને વાનગીના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. દર્શનાર્થે ન પહોંચી શકતા હરિ ભક્તો માટે ઓનલાઈન દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજની સાથે છેલ્લા 40 વર્ષોથી સેવા કરતા નારાયણચરણ સ્વામી પણ પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ ચાણસદ ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મંગળવારની સાંજે 7:30થી 10 કલાક દરમિયાન વર્ચ્યુઅલ દર્શન તેમજ સ્પ્રિરિચ્યુલી દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવન કથન વિશે અદભુત પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવશે.
સોશિયલ ડિસ્ટન્ટ સાથે ભક્તોને દર્શનનો લાભ આપ્યો