વડોદરા: શહેરના એક પ્રખ્યાત ચિત્રકારનું પેઇન્ટિંગ ક્રિસ્ટીના (The Banyan Tree Painting)ઓક્શન હાઉસમાં હરાજી માટે મુકાયું હતું. જે વૈશ્વિક હરાજીમાં 18.81 કરોડ રૂપિયામાં વેચાયું હતું. આ પેઈન્ટિંગ”ધ બનીયન ટ્રી” (The Banyan Tree)નામનું કેનવાસ પેઇન્ટિંગ હતું. જે ચિત્રકાર ભુપેન ખખ્ખરે 1994માં (Painting of Bhupen Khakhar) બનાવ્યું હતું. 23 માર્ચના રોજ યોજાયેલી વૈશ્વિક સ્તરની હરાજીમાં (Christina auction house)આ પેઈન્ટિંગ વેચાયું હતું ત્યારબાદ લગભગ 69 વર્ષની વયે 2003 માંચિત્રકારભૂપેન ખખ્ખરનું વડોદરામાં અવસાન થયું હતું. મહત્વનું છે કે સ્વ. ભૂપેન ખખ્ખરને વર્ષ 1984માં પદ્મશ્રી એવોર્ડ પણ અપાયો હતો.
આ પણ વાંચોઃPainting on rice : અમદાવાદની યુવતીએ બનાવ્યાં ચોખાના દાણાઓથી 50થી વધુ ચિત્ર
ભૂપેન ખખ્ખરના ચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ -ચિત્રમાં જોઈ શકો છો કે, કેટલાક લોકો વડના વૃક્ષો નીચે (Bhupen Khakhar Collection)બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. તેની પાછળ પર્વતો જોવા મળે છે. ભૂપેન ખખ્ખરના ચિત્રો હંમેશાથી દેશ-વિદેશમાં વખણાયા છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ચિત્રો વિક્રમજનક કિંમતે વેચાઈ રહ્યા છે. ખખ્ખરના આ ચિત્ર માટે 18.81 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી રકમ છે. હિતેશ રાણાએ કહ્યું હતું કે, સર્જન આર્ટ ગેલેરી ભૂપેન ખખ્ખરના ચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવાનું શરૂ થતાં તેમણે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો.
આ પણ વાંચોઃલતા મંગેશકરે 13 વર્ષની આયુમાં પ્રથમ ગીત ગાયું હતું, જાણો તેની પ્લેબેક સિંગરની કારકિર્દી...
ચિત્રો બ્રિટિશ મ્યૂઝિયમમાં ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા -1976માં ભારત સરકાર આયોજિત કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તેઓ પોતાના પહેલા વિદેશ પ્રવાસે ગયા હતા. ભૂપેન ખખ્ખરના ચિત્રોમાં સામાન્ય માણસોના સંઘર્ષને દર્શાવવામાં આવે છે. તેઓના ચિત્રો સામાન્ય લોકોની દુનિયાની આસપાસ ફરે છે. તેમના ચિત્રોની સરખામણી કેટલીયવાર અંગ્રેજી ચિત્રકાર ડેવિડ હોકની સાથે થઈ છે. 1984માં ભૂપેન ખખ્ખરને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 2000ની સાલમાં રોયલ પેલેસ ઓફ એમ્સ્ટર્ડમ દ્વારા પ્રિન્સ ક્લાઉસ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમના ચિત્રો બ્રિટિશ મ્યૂઝિયમમાં પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે. 2003માં 69 વર્ષની વયે વડોદરામાં ભૂપેન ખખ્ખરનું અવસાન થયું હતું.