વડોદરાઃ સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. જ્યારે વડોદરા મહાનગર પાલિકામાં તો નાણા આપ્યા વગર કામગીરી તો થતી જ નથી એવું સ્થાનિકો જણાવી રહ્યા છે. સોમવારે ACBની ટીમે લાંચિયા કર્મચારીને પોતાની ફરજ અદા કરવા માટે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
વડોદરામાં ACBએ 4 હજારની લાંચ લેતા ક્લાર્કને ઝડપી પાડ્યો - વડોદરા
વડોદરા વહીવટી નંબર 12નો ક્લાર્ક રૂપિયા ૪ હજારની લાંચ લેતા રંગેહાથ ACBએ ઝડપી લીધો હતો. જે કારણે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
4 હજારની લાંચ લેતા વડોદરા વહીવટી નંબર 12નો ક્લાર્ક રંગેહાથ ઝડપાયો
મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર 12માં એક જાગૃત નાગરિક પાસે વહીવટી વોર્ડ નંબર 12ના ક્લાર્ક ગોપાલ રાણાએ વેરા પાવતી કાઢી આપવા માટે રૂપિયા ચાર હજારની માંગણી કરી હતી. આ નાગરિક નાણા આપવા ઈચ્છતો ન હોય, તેણે ACBનો સંપર્ક સાધ્યો હતો.
ACBએ સોમવાર સવારે મકરપુરા GIDC મુખ્ય માર્ગ પર પાણીની ટાંકી પાસેથી ગોપાલ રાણાને રૂપિયા 4000ની લાંચ પેટે સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હાલ ACB દ્વારા તેની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરવામાં આવી છે.