- શહેરનું સૌથી મોટું મંગળ બજાર આજથી ખુલ્લું મુકાયું
- કોવિડની ગાઈડ લાઈનનું પાલનના કરતા તંત્ર દ્વારા કરાયું હતું બંધ
- શહેરના સાંસદ ભાજપ પ્રમુખ અને સરકાર સુધી કરાઈ હતી રજૂઆત
આજથી મંગળ બજાર ખુલ્લુ મુકાયું
વડોદરા : શહેરમાં કોરોના મહામારીના પગલે કેસો દિવસે ને દિવસે વધી જતા તંત્ર દ્વારા શનિવારે ત્રણ દિવસ માટે મંગળ બજાર ,એમ જી રોડ અને નવા બજારને બંધ કરી દેવામાં આવ્યા હતા. અહી સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અચાનક દુકાનો બંધ થતાં વેપારીઓ દ્વારા આ મામલે રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે સેવાસદન તંત્ર દ્વારા સોમવારથી ફરી દુકાનો ખોલવાની શરતી મંજૂરી આપી હતી.
આજથી મંગળ બજાર ખુલ્લુ મુકાયું વેપારી નિયમોનું પાલન નહીં કરે તો કોર્પોરેશન દંડ વસુલશે
છેલ્લાં કેટલાંક વખતથી કોરોનાને લઈને વેપારીઓએ દુકાનો બંધ કરી હતી. ત્યારબાદ દુકાનો ખોલવામાં આવી હતી. વેપારી વિકાસના એસોસિએશનના અગ્રણીઓએ શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ઓર ડૉ. વિનોદ રાવ અને સરકાર સુધી રજૂઆત પહોંચાડતાં સરકારે શરતો મંજૂરી આપી હતી. આથી વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવશે અને માસ્ક પહેરેશે તેવી શરતી મંજૂરી આપવામાં આવી હતી. જો વેપારીઓ આ નિયમોનું પાલન નહીં કરે તો કોર્પોરેશન દંડ પણ વસુલ કરશે.
આજથી મંગળ બજાર ખુલ્લુ મુકાયું, વેપારીઓ નિયમોનું પાલન નહીં કરે તો કોર્પોરેશન દંડ વસૂલશે