ગુજરાત

gujarat

By

Published : Jun 6, 2020, 10:25 PM IST

ETV Bharat / state

વડોદરાના કુબેર ભંડારી મંદિરના દ્વાર હજુ 22મી જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય

વડોદરા કરનાળી ખાતે કુબેર દાદાના સન્મુખ દર્શન માટે હજુ ભક્તોએ ધીરજ ધરવી પડશે. ટ્રસ્ટ દ્વારા કુબેર ભંડારી મંદિરના દ્વારા હજુ 22મી જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ભક્તોના આરોગ્યના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે ઓનલાઇન દર્શન વ્યવસ્થાનો લાભ લઈ સહુ સહયોગ આપે તેવુ રજનીભાઇ પંડ્યાએ નમ્ર અનુરોધ કર્યો હતો. ડભોઇ તાલુકાના કરનાળી ગામે પવિત્ર રેવા તટે બિરાજતા કુબેર ભંડારી દાદાના સન્મુખ દર્શન માટે ભાવિક ભક્તોને હજુ 22મી જૂન સુધી ધીરજ ધરવા અને સહયોગ આપવા કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે. ત્યાં સુધી ઓનલાઇન દર્શનની વ્યવસ્થાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

વડોદરા કરનાળી ખાતેના કુબેર ભંડારી મંદિરના દ્વારા હજુ 22મી જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય
વડોદરા કરનાળી ખાતેના કુબેર ભંડારી મંદિરના દ્વારા હજુ 22મી જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય

વડોદરાઃ હાલમાં કોરોના સંકટને અનુલક્ષીને લોકડાઉનના નિયમોને આધીન મંદિરના પટલ બંધ રાખવામાં આવ્યાં છે અને સન્મુખ દર્શન કરી શકાતા નથી. રાજ્ય સરકારે અનલૉક-1ના નિયમો પ્રમાણે તારીખ 8 જૂનથી તકેદારીઓ સાથે મંદિરો ખોલવાની અનુમતિ આપી છે. પરંતુ ટ્રસ્ટે ભાવિક ભક્તો ચેપમુકત રહે અને સહુનું આરોગ્ય જળવાયએ માટે 22મી સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

વડોદરા કરનાળી ખાતેના કુબેર ભંડારી મંદિરના દ્વારા હજુ 22મી જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય

ભક્તો અને દર્શનાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં મંદિર સંકુલ નાનું છે, એવો ઉલ્લેખ કરતાં ટ્રસ્ટના મેનેજર રજનીભાઇ પંડ્યાજીએ જણાવ્યું કે, ભક્તો સંક્રમણના જોખમથી મુક્ત સુરક્ષિત દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, સેનેટાઈઝર સ્ટેન્ડ ઇત્યાદિની સુવિધા મળે અને સુરક્ષિત દર્શન શક્ય બને એવી તકેદારી સાથેની વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી ચાલુ કરી છે.

ટ્રસ્ટ સહુ તંદુરસ્ત અને નિરોગી રહે એવી દાદાને પ્રાર્થના કરે છે. ભક્તોના આરોગ્યને નુકસાન થાય એ ભગવાનને પણ ગમે નહી. ગ્રામ વિસ્તાર હજુ મોટેભાગે કોરોનાના ચેપથી મુક્ત છે. એ સંજોગોમાં તકેદારીના પગલાં તરીકે ટ્રસ્ટ દ્વારા હાલમાં મંદિર ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સહુ આ હિતકારી નિર્ણયમાં સહયોગ આપશે એવી એમણે અપેક્ષા વ્યક્ત કરી છે.

ભક્તોના સન્મુખ દર્શનના વિકલ્પે ઓનલાઇન લિંક

www.youtube.com/shrikuberbhandari.karnali અને www.shreekuberbhandarikarnali.org ની મદદથી દર્શન કરે એવો એમણે ખાસ અનુરોધ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details