- રાજ્યમાં વડોદરાનો લવ જેહાદનો પ્રથમ કેસનો મામલો
- પતિએ પોતાની મુસ્લિમ ઓળખ છુપાવીને લગ્ન કર્યા
- કોર્ટે પતિ, બે સબંધીઓ અને કાઝીના જામીન મંજૂર કર્યા
વડોદરાઃ ધર્મ સ્વતંત્રતા સુધારણા એકટ 2021 અંતર્ગત રાજ્યમાં નોંધાયેલા વડોદરાના પ્રથમ કેસ સામે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ઓર્ડર બહાર પાડ્યો હતો. કોર્ટે મહિલાના પતિ, કાઝી અને બે સંબંધીઓના જામીન મંજૂર કર્યા હતા. આમ પરિવારના સાતેય સભ્યોના જામીન હોવી મજૂર થઈ ચુકયા છે. અહીં નોંધનીય છે કે, અગાઉ મહિલાના સાસુ સસરા અને નણદ એમ ત્રણના જામીન અગાઉ જ મંજૂર થઈ ચુક્યા હતા.
આ પણ વાંચોઃધર્મસ્વતંત્રતા સુધારણા એકટની કલમો ઉપર સ્ટે મૂકાતાં રાજ્ય સરકાર હવે Supreme Court ના શરણે
પુરુષે ધર્મ છુપાવીને લગ્ન કર્યા હતા
મહત્વનું છે કે અગાઉ, વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી કે, પતિએ પોતાની મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. એફઆઈઆરમાં કુલ 7 સભ્યો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ મહિલાએ વડોદરા કોર્ટમાં ફરિયાદ પાછી લેવા માટે અરજી કરી હતી. જે રદ કરતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃજાણો શું છે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 ( Love Jihad Act ) ?
બંને પક્ષોને સાંભળ્યા બાદ આજે કોર્ટે ચુકાદો આપ્યો
હાઇકોર્ટમાં મહિલાએ રજુઆત કરી હતી કે, જે પોલીસે જુદી રીતે કેસ નોંધ્યો છે જેમાની ઘણી વિગતો સત્યથી વળગેળી છે. આ સામે કોર્ટે રાજ્ય સરકારને કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. એફિડેવીટમાં પોલીસે રજુઆત કરી હતી કે, જે મુજબ મહિલાએ ફરિયાદ નોંધાવી છે તે મુજબ જ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સાથે એફઆઈઆરની માહિતી મહિલાને મેડિકલ ટેસ્ટ સાથે પણ સામ્યતા ધરાવે છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો.