બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ચીરાયું અમીન અને પ્રણવ અમીનના આગેવાનીવાળા જૂથ રિવાઈવલ અને સમરજીતસિંહ ગાયકવાડ તથા સંજય પટેલની આગેવાનીવાળા રોયલ ગ્રુપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આગામી તારીખ 27 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં 2 હજારથી વધુ મતદારો મતદાન કરશે. આગામી ચૂંટણીને લઈને બંને પક્ષ વચ્ચે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થયો છે. મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પોતાના તરફ ખેંચવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આ ઇલેક્શનમાં ભૂતપૂર્વ ખેલાડીઓ પણ મેદાનમાં ઉતર્યા છે.
વડોદરા BCAમાં આગામી 27 સપ્ટેમ્બરના રોજ યોજાશે ચૂંટણી
વડોદરાઃ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં તારીખ 27 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બરોડા ક્રિકેટ એસોસિએશનમાં છ વર્ષ બાદ ક્રિકેટ યોજાવા જઇ રહી છે, ત્યારે આગામી ચૂંટણીને લઈને આક્ષેપો અને પ્રતીઆક્ષેપોનો દોર શરૂ થયો છે.
સ્પોટ ફોટો
આ ચૂંટણીમાં રોયલ ગ્રુપમાંથી જતીન વકીલ અને રિવાઈવલ ગ્રુપમાંથી પ્રણવ અમીન પ્રેસિડેન્ટ પદ માટે મેદાનમાં ઉતર્યા છે. આ સાથે આ ચૂંટણીમાં પ્રેસિડેન્ટ પદ માટે વાઇસ પ્રેસિડેન્ટ માટે મીનેશ પટેલ, દિપક નાયકવાડે, જોઈન્ટ સેક્રેટરી તરીકે અક્ષત પટેલ, પરાગ પટેલ, ટ્રેઝરર તરીકે શીતલ મહેતા અને અતુલ પરીખે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
Last Updated : Sep 25, 2019, 11:41 AM IST