ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં પડતર માંગણીઓને લઇ તબીબોએ હાથમાં લોલીપોપ રાખી કર્યો વિરોધ

વડોદરાઃ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલોના ડોક્ટરો સરકારથી નારાજ છે. સાતમાં પગાર પંચમાં અન્યાયના મુદ્દે લાંબા સમયથી રજૂઆતો કરવા છતા સરકાર સાંભળતી નહી હોવાથી હવે ડૉક્ટરો હડતાલના મુડમાં છે.તેઓએ 1 ઓગષ્ટથી ડોક્ટરો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું એલાન કર્યુ છે. આ મામલે વડોદરામાં GMERS સંચાલીત ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો દેખાવો યોજીને લોલીપોપનું વિતરણ કરી અને ડીનને આવેદન પત્ર પણ આપ્યુ હતું.

સ્પોટ ફોટો

By

Published : Jul 31, 2019, 4:34 AM IST

ગુજરાતના સરકારી અને જી.એમ.ઇ.આર.એસ તબીબી કોલેજના તબીબી શિક્ષકો લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઇને રજૂઆતો કરતા આવ્યા હતા. પરંતુ તેમની રજૂઆતોને ધ્યાને નહીં લેતા તારીખ 30ના રોજ તબીબો દ્વારા આવેદનપત્ર આપી અને જાણકારી આપવામાં આવી હતી.આગામી 1 ઓગષ્ટથી તમામ તબીબી, શિક્ષકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જશે.મેડિકલ કોલેજ ખાતે તબીબોએ હાથમાં લોલીપોપ રાખી પોતાનો અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાતંમા પગાર પંચમાં અન્યાય સામે રાજ્યની મેડિકલ કોલેજ સંલગ્ન 6 સરકારી, 4 GMERS અને બે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના ડૉક્ટરો સારવાર અને શિક્ષણ કાર્યથી દૂર રહેશે.

વડોદરામાં તબીબોએ હાથમાં લોલીપોપ રાખી કર્યો વિરોધ

ABOUT THE AUTHOR

...view details