- કોરોનાના કારણે વેપારીઓને મોટું નુકસાન
- નવરાત્રી પર્વ ન ઉજવાતા દાંડિયા વેપારીઓને મોટુ નુકસાન
- કોરોના અને મંદીની સીધી અસર તહેવારો પર જોવા મળી
વડોદરાઃચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે સરકારે ગરબા રમાવ પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ નવરાત્રીની ઉજવણી પણ દર વર્ષની જેમ ધામધુમથી કરવામાં નથી આવી રહી. તેની સીધી અસર નવરાત્રી સાથે સંકળાયેલા વેપારીઓ પર પડી છે.
વેપારીઓને જીવન નિર્વાહ કરવું બન્યું મુશ્કેલ
વડોદરાના એમ જી રોડ પર આવેલા ખરાડીવાડ દાંડિયાનું વેચાણ દર વર્ષે મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ આં વર્ષે કોરોના મહામારીના પગલે સરકારે જાહેર સ્થળો રાસ ગરબા પર પ્રતિબંધ મૂક્યો છે. જેની સીધી અસર દાંડિયા વેચતા પરિવાર પર પડી છે. બાપ દાદાના સમયથી યશો વિજય અને તેનો પરિવાર દાંડિયા વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પરંતુ આ વર્ષે નામ માત્રની ખરીદી પણ નીકળી નથી જેથી વેપારીઓને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ પડી રહ્યું છે.
કોરોના મહામારીની સીધી અસર નવરાત્રી પર્વ પર મળી રહી છે જોવા કોરોનાના કારણે મોટુ નુકસાન
વર્ષોથી અહી સીઝનમાં મોટી સંખ્યામા લોકો અવનવા દાંડિયાનું વેચાણ કરે છે પરંતુ આ વચ્ચે એક પણ ગ્રાહક આવ્યો નથી. જેથી આ વ્યવસાય પર નભતા 100 કરતા વધુ પરિવારોને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે અહી નક્સી કામના અવનવા એન્ટીક દાંડિયા પણ મળે છે અને આં માટે કારીગરો મહિનાઓથી તૈયારીઓ કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે મોટુ નુકસાન થયુ છે.
ખરાદીવાડ જોઇ રહ્યુ છે ગ્રાહકની રાહ
આં ધંધામાં મહિલાઓ પણ કાર્યરત છે. તેવોને પણ દાંડિયાની ખરીદી નહિ થતા જીવન નિર્વાહ કરવું મુશ્કેલ પડી રહ્યું છે. કોરોના અને મંદીની સીધી અસર તેમના ધંધા પર પડી રહી છે. ચાલુ સીઝનમાં હજારો રૂપિયાના દાંડિયા તો બનાવ્યા છે. પણ કોઈ ખરીદનારા નથી પરિવારોને મુશ્કેલીમાં મુકવવાનો વારો આવ્યો છે. આ વર્ષે નવરાત્રિ પણ નથી જેથી આં વ્યવસાય સાથે સંળાયેલા લોકોની મુશ્કેલીઓ વધી છે. વડોદરાના એમ જી રોડ પર આવેલું ખરાદીવાડ ગ્રાહકોની રાહ જોઈને બેઠું છે.