જો કે, યુનિવર્સીટી કેમ્પસમાં આવીને આ 8 વિદ્યાર્થીઓ દ્વારા જે ધમકી આપી એસિડ એટેકની ધમકીના આક્ષેપની તપાસ કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. જ્યાં સુધી આ કમિટીની તપાસ પૂરી નહી થાય, ત્યાં સુધી તેમના પરિણામ જાહેર નહી કરવામાં આવે. આ સિવાય ઝુબેર પઠાણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી નથી. તેની સામે યુનિવર્સિટી દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓ સામે કમિટી તપાસ કરી રહી છે. તપાસ પૂરી નહી થાય ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ પ્રવેશ પણ આપવામાં નહી આવે.
એસિડ એટેકની ધમકી આપનારા 8 વિદ્યાર્થીઓના પરિણામ જાહેર નહીં કરે યુનિવર્સિટી
વડોદરાઃ વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની વીપી સહિતનીના વિદ્યાર્થિનીઓ પર એસિડ એટેકની ધમકી આપનારા 8 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે એક તપાસ કમીટીની રચના પણ કરવામાં આવી છે.
એસિડ એટેકની ધમકી આપનારા 8 વિદ્યાર્થીઓના પરિણામ જાહેર નહીં થાય યુનિવર્સીટી સત્તાધિશોનો નિર્ણય..
આ વિદ્યાર્થીઓમાં ફઝલ પઠાણ, આકિબ પઠાણ, રૂસ્તમ પઠાણ, અતિકુંજ પઠાણ, કલીમ પઠાણ આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. સાકીબ પઠાણની એટીકેટી આવેલી છે. જો કે, મોહસીન પઠાણ કોમર્સ ફેકલ્ટીના પી.જી ડિપ્લોમાં અભ્યાસ કરે છે. આ ઘટના બાદ યુનિવર્સીટી દ્વારા સાવચેતીના ભાગરૂપે યુનિવર્સીટી કેમ્પસમાં તમામ ગેટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે. આઈ કાર્ડ વગરનાને પ્રવેશ આપવામાં નહીં આવે. આ ઉપરાંત યુનિવર્સિટીની સિક્યુરિટી વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવશે.