ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ સમિતિએ 69 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી, 7 ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી

કોંગ્રેસ સમિતિ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. શનિવારના રોજ કોંગ્રેસ સમિતિએ 49 યાદી જાહેર કરતા અત્યાર સુધીમાં 69 યાદી જાહેર કરી સાત ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે જેને લઈને આતુરતા જોવા મળી રહી છે.

Vadodara
Vadodara

By

Published : Feb 6, 2021, 10:00 PM IST

  • કોંગ્રેસ સમિતિએ 49 યાદી જાહેર કરતા અત્યાર સુધીમાં 69ની યાદી જાહેર કરી
  • સાત ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી
  • ઉમેદવારોમાં યાદીની જાહેરાતને લઈને આતુરતા

વડોદરા : 21મી ફેબ્રુઆરીના રોજ પાલિકાની ચૂંટણી યોજાનારા છે, ત્યારે રવિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. શુક્રવારે ભાજપ દ્વારા 76 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસે અગાઉ 1 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને આજ શનિવારે બીજા 49 ઉમેદવારોને યાદી જાહેર કરવામાં આવી હતી. હવે બીજા સાત ઉમેદવારો યાદી જાહેર કરવાની બાકી છે. આજ શનિવારે કોંગ્રેસ સમિતિ દ્વારા યાદી જાહેર કરવામાં આવી હતી. તેમાં બે ઉમેદવારોને જે ચૂંટણીમાં જીત્યા હતા તેમને રિપિટ કરવામાં આવ્યા હતા. તેમાં અમીબેન રાવત, ચિરાગ ઝવેરીને રિપિટ કરવામાં આવ્યા હતા. અગાઉ 1 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ સમિતિએ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં સાત ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ઉમેદવારોની 69 યાદી જાહેર કરી છે તેમાં ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. 6 જાન્યુઆરીના રોજ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે મોડી રાત્રે અથવા વહેલી સવારે કોંગ્રેસ બીજા 7 ઉમેદવારોને યાદી જાહેર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉમેદવારોમાં યાદીની જાહેરાતને લઈને આતુરતા જોવા મળી રહી છે.

કોંગ્રેસ સમિતિએ 69 યાદી જાહેર કરી

થોડા દિવસ અગાઉ ભાજપમાં જવાની વાત વહેતી થઈ એવા ચિરાગ ઝવેરીને ટિકિટ આપી

કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી તેમાં વૉર્ડ નંબર 18માંથી ચિરાગ ઝવેરીની થોડા દિવસ અગાઉ ભાજપમાં જવાની વાત વહેતી થઈ હતી. ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવતા ચિરાગ ઝવેરી પાછા કોંગ્રેસમાં આવ્યા હતા, ત્યારે ચિરાગ ઝવેરીએ પ્રદેશમાં પોતાની ભૂલ થઈ હોય અને માફી માગતાં ફરીવાર આવું નહીં કરવામાં આવે એવી રજૂઆત કરતાં પ્રદેશમાંથી તેમને ફરી વાર ટિકિટ આપવામાં આવી છે. વડોદરા શહેરમાં સામાજિક કાર્યકર અને અને ગોલ્ડમેન તરીકે ઓળખ ધરાવતા વિવાદોમાં ઘેરાયેલા એવા પ્રભુ સોલંકીની પત્ની પારુલબેન પ્રભુ સોલંકીને વૉર્ડ 6માંથી ટિકિટ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details