વડોદરાઃસૌરાષ્ટ્ર-કચ્છમાં પશુઓમાં લમ્પી વાયરસનો (Lumpy virus)કહેર ફેલાયો છે. અનેક પશુઓ મોતને ભેટી રહ્યાં છે. કેટલાક ગામડાઓમાં તો એવી સ્થિતિ છે કે, પશુઓના લાશના ઢગલા દેખાઈ રહ્યા છે. પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. વડોદરામાં પણ પશુઓમાં લમ્પી વાયરસ દેખાતા તંત્ર કામે લાગ્યું છે જો કે શંકાસ્પદ લક્ષણ(Lumpy virus cow) દેખાતા જ ત્રણ ગાયોને જુદી રાખીને સારવાર આપવામાં આવી રહી છે.
3 ગાયોમાં શંકાસ્પદ લેમ્પી વાયરસના લક્ષણો -વડોદરાના કોર્પોરેશનની પાજરાપોળના ઢોરોમાં શંકાસ્પદ લમ્પી વાયરસના( Lumpy virus in Gujarat) લક્ષણો દેખાયા છે. ખાસવાડી પાંજરાપોળના ઢોરોમાં શંકાસ્પદ લમ્પી વાયરસના લક્ષણો દેખાયા તંત્ર દોડતુ થયુ છે. 3 ગાયોમાં શંકાસ્પદ લેમ્પી વાયરસના લક્ષણો દેખાતા 3 ગાયોને અલગ ખસેડવામાં આવી છે. ખાસવાડી ઢોર ડબ્બામાં શંકાસ્પદ લક્ષણો જણાતી ત્રણ ગાયને આઇસોલેશનમાં રાખવામાં આવી છે. જેને સરકારનાં પશુપાલન વિભાગની ગાઇડલાઇન મુજબ સારવાર આપવામાં આવી રહી છે. શહેરમાં કુલ ત્રણ ઢોર ડબ્બામાં 600 ઢોર રાખવામાં આવ્યા છે. આ તમામનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ. રાજ્યભરમાં પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસ(Lumpy virus vaccination)ચિંતાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃલમ્પીનો હાહાકાર : 9 દિવસમાં 571 ગાયોના મોત