- આત્મહત્યાના પ્રયાસમાં ત્રણ સભ્યોના મોત અને ત્રણ સભ્યોનો બચાવ
- જ્યોતિષ પર હત્યાનો ગુનો દાખલ કરવાની પોલીસની તજવીજ હાથ ધરી
- મારા પિતાએ દેવું કરતા અમારે આત્મહત્યા કરવાની ફરજ પડી: નરેન્દ્રનો પુત્ર
વડોદરા: શહેરના સમા વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યોએ આર્થિક ભીંસના કારણે કોલ્ડ્રિંક્સમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પરિવારના ત્રણ સભ્યોનું મોત થયું હતું અને ત્રણ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. નરેન્દ્ર સોનીને લાખોનું દેવું વધી જતા પરિવારને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. 32 લાખ રૂપિયા માત્ર અંધશ્રદ્ધા અને મોજશોખમાં નરેન્દ્ર સોનીના પરિવારે વાપર્યા હતા.
આર્થિક ભીંસના કારણે આત્મહત્યાનો પ્રયાસ
શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોનીના પરિવારના ત્રણ સભ્યોનું આજે પોસ્ટમોર્ટમ બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું. જ્યારે, પરિવારના ત્રણ સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિન સોનીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ભાવિન સોનીએ જણાવ્યું હતું કે, મારા પિતાએ લાખોનું દેવું કરી નાખતા અમારે આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. 43 લાખ રૂપિયામાંથી 32 લાખ રૂપિયા મારા પિતા નરેન્દ્ર સોનીએ અંધશ્રદ્ધા અને ફરવામાં વાપરી નાખ્યા હતા. મારા પિતા નરેન્દ્ર સોની C/18 નંબરનું મકાન 23 લાખમાં વેચી નાખ્યું હતું. સંજય મિસ્ત્રી પાસેથી 7 લાખ રૂપિયા બાનાખત તરીકે લીધા હતા અને બીજા 18 લાખ થોડા સમયની અંદર લીધા હતા. ત્યારે, મારા પિતાએ મકાન પર 20 લાખ રૂપિયાની લોન લીધી અને સંજય મિસ્ત્રીને મકાન પણ આપ્યું ન હતું.
આ પણ વાંચો:વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં 3 લોકોની હાલત અત્યંત ગંભીર