ગુજરાત

gujarat

ETV Bharat / state

કોસ્મેટિકની આડમાં ગાંજાનો વેપાર, MS યુનિવર્સિટીની વિધાર્થી ઝડપાયો - વડોદરામાં ગાંજો

એમ એસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીનો (student of Law Faculty of MS University) વિધાર્થી ઝડપાયો છે. કોસ્મેટિકની આડમાં ગાંજાનો (Trafficking in marijuana under guise of cosmetics) વેપાર કરી રહ્યો હતો. પાર્સલ અંગે ટ્રાવેલ્સ સંચાલકને શંકા જતાં પોલીસને બોલાવી વિદ્યાર્થીને પોલીસને હવાલે કર્યો હતો. (ms university student ganga trading0

કોસ્મેટિકની આડમાં ગાંજાનો વેપાર, MS યુનિવર્સિટીની વિધાર્થી ઝડપાયો
કોસ્મેટિકની આડમાં ગાંજાનો વેપાર, MS યુનિવર્સિટીની વિધાર્થી ઝડપાયો

By

Published : Jan 6, 2023, 5:46 PM IST

વડોદરાવિવાદો સાથે સંકળાયેલી એમ એસ યુનિવર્સિટીમાં ફરી એક વાર વિવાદ સામે આવ્યો છે. વિધાનગરીમાં વિદ્યાર્થીઓ શિક્ષાની જગ્યાએ કરી રહ્યા છે ગાંજાનો વેપાર. વડોદરા શહેરના પંડ્યા બ્રીજ પાસે આવેલી ન્યુ પાયલ ટ્રાવેલ્સની ઓફિસમાં ગત રાત્રે કોસ્મેટિકની આડમાં ગાંજાનું(Student caught with marijuana arrested) પાર્સલ આપવા ગયેલો એમ એસ યુનિવર્સિટીનો એલએલબીનો વિદ્યાર્થી (LLB student of MS University was arrested) ઝડપાયો હતો. પાર્સલ અંગે ટ્રાવેલ્સ સંચાલકને શંકા જતાં પોલીસને બોલાવી વિદ્યાર્થીને હવાલે કર્યો હતો. (ms university student ganga trading)

વિદ્યાર્થી આલમમાં ખળભળાટફતેગંજ પોલીસે આરોપીને રૂપિયા 1500ના 57 ગ્રામ ગાંજા સાથે પકડી વધુ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે વિદ્યાર્થી આલમમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણ આલમમાં ચકચાર મચાવનાર આ ઘટનાની વિગતો એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશનો અને એમએસ યુનિવર્સિટીના ટી કે ગજ્જર હોલમાં રહેતો પ્રશાંત અજય કુમાર એમ એસ યુનિવર્સિટીમાં એલએલબીમાં અભ્યાસ કરે છે.

આ પણ વાંચો વડોદરા MS યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો વધારો

પોલીસને બોલાવીબુધવારે રાત્રે ન્યુ પાયલ ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલ રાજકોટ મોકલવા ગયો હતો. પાર્સલ એક બોકસમાં હતું. ટ્રાવેલ્સ સંચાલકે બીલ માંગતા પ્રશાંતે કહ્યું હતું કે ‘આનું બીલ નથી અને બોકસના(marijuana in Vadodara) કવરમાં કોસ્મેટિકસ છે. જેથી સંચાલકે બીલ બનાવવાનું કહી પ્રશાંતની સામે જ કવર ચેક કરતાં તેમાંથી ગાંજો નીકળ્યો હતો. એટલે સંચાલકે પ્રશાંતને બેસાડી રાખી તુરંત પોલીસ કંટ્રોલને જાણ કરી હતી.

ટ્રાવેલ્સની ઓફિસમાં પહોંચ્યાપોલીસે કંટ્રોલે જાણ કરતાં ફતેગંજ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વી.કે.દેસાઈ પોલીસ કાફલા સાથે પંડયા બ્રીજ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં પહોંચ્યા હતા. પોલીસે પ્રશાંત પાસેથી દોઢ હજારની કિંમતનો 57 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો વિરોધ

રાજકોટ મોકલવામાંએમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રશાંતે પાર્સલ રાજકોટ મોકલવા આપ્યું હતું પણ તેના પર કોઈનું નામ ન હતુ. તેના પર ખાલી નંબર લખેલો હતો. તેમજ પાર્સલ કેશ ઓન ડીલવરી આપવાનું હતું. ફતેગંજ પોલીસની તપાસમાં પ્રશાંતને વિશાલ નામનો યુવક પાર્સલ આપી ગયો ગયો હતો. જો કે વિશાલ પણ ટ્રાવેલ્સ ઓફીસે ગયો પણ તે ફરાર થઇ ગયો હોવાનું ચર્ચાય છે. પોલીસની ટીમે હેરાફેરી અંગે તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details