- વડોદરામાં અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ ચિંતામાં
- તાલિબાની બર્બરતાથી સરકાર પર ઉઠ્યા સવાલો
- ભારત અને અમેરિકા સહિત અન્ય દેશો મદદ કરે તેવી આશા વ્યક્ત કરી
વડોદરા: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના કબજામાં છે. પરંતુ ભીડના કારણે સ્થિતિ કથળી છે, ત્યારે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા વડોદરામાં અભ્યાસ કરવા આવેલા આફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈ ચિંતામાં છે અને ભારત, અમેરિકા સહિત અન્ય દેશો મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
વડોદરામાં વિવિધ ફેકલ્ટીઓમાં 11 વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાની
અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિથીનો લઇને વડોદરામાં અભ્યાસ માટે આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. વડોદરામાં અભ્યાસ કરવા આવેલા 11 વિદ્યાર્થીઓના પરિવાર અફઘાનિસ્તાનમાં ફસાયા છે, ત્યારે વિદ્યાર્થીઓએ તાલિબાની બર્બરતા સામે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. હ્યુમન રાઈટ મહિલાઓ અને બાળકો માટે ચિંતા કરે અને કોઈક ઉકેલ લાવે. પરિવારજનોને લઈ ચિંતા થઈ રહી છે. ભારત, અમેરિકા સહિત અન્ય દેશો મદદ કરે તેવી અપેક્ષા કરી છીએ. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ વડોદરામાં એમએસડબલ્યુ, સાયન્સ સહિત વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ભારતમાં અમે પોતાને ખુબ જ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો:અફઘાનિસ્તાનની સાથે ચીન અને પાકિસ્તાન, ઈરાને ગણાવ્યું ભાઈ