ગુજરાતભરમાં વડોદરાના SSG હોસ્પિટલના ઓ.પી.ડી. 7 ખાતે એઈડ્સ અંગે સૌથી વધુ દર્દીની તપાસ તથા કાઉન્સિલિંગ માટે 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ એડ્સ કંન્ટ્રોલ સોસાયટી દ્વારા પ્રોજેકટ ડાયરેક્ટર ડોક્ટર રાજેશ ગોપાલના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
વડોદરા: SSG હોસ્પિટલને સૌથી વધુ HIV ટેસ્ટિંગનો મળ્યો એવોર્ડ
વડોદરા: ICTC SSGS અને ડિપાર્ટમેન્ટ ઓફ માક્રોબાયોલોજી વડોદરાને સૌથી વધુ HIV ટેસ્ટિંગ માટે ગુજરાત સ્ટેટ એઈડ્સ કંન્ટ્રોલ સોસાયટી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો.
SSG હોસ્પિટલ
આ અંગે માહિતી આપતા SSG હોસ્પિટલના પ્રોફેસર અને ઈન્ચાર્જ ડીન ડો.તનુજા જાવડેકરે કહ્યું હતું. કે, ICTS SSGS અને ડિપાર્ટમેટ ઓફ માઇક્રોબાયોલોજીને આ વર્ષે હાઈએસ્ટ HIV ટેસ્ટિંગનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતમાં કુલ 319 ICTS છે. તેમાંથી વડોદરાને હાઈએસ્ટ HIVના દર્દીઓની તપાસ કરવા માટેનો એવોર્ડ મળ્યો છે. દર વર્ષે આ એવોર્ડ વડોદરાને મળે છે. આ એવોર્ડ સત્તત 8મી વખત મળવો એ ગર્વની વાત છે. માટે આ એવોર્ડ ડિપાર્ટમેન્ટના ડિસીપ્લીન અને ટીમને એનાયત કરું છું.