મકરપુરા GIDCમાં આવેલી કેમસેલ કંપનીમાં ટેસ્ટિંગ મશીનમાં પ્રેશર વધી જતા આગ ફાટી નીકળી હતી.જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
વડોદરાના મકરપુરા GIDC વિસ્તારની કેમસેલ કંપનીમાં વિસ્ફોટ, 6 લોકો ઇજાગ્રસ્ત
વડોદરા : શહેરની મકરપુરા GIDCમાં આવેલી કેમસેલ કંપનીમાં ટેસ્ટિંગ મશીનમાં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. જેમાં કંપનીના માલિક સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્રારા આગ પર કાબૂ મેળવ્યો હતો.
etv bharat
ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાએ જણાવ્યું હતું કે, મકરપુરા GIDCની કેમસેલ કંપનીમાં કંપનીના માલિક મશીનમાં ટેસ્ટિંગ કરી રહ્યા હતા. તે સમયે પ્રેશર વધી જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. તેમજ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Last Updated : Oct 22, 2019, 7:25 AM IST