ગુજરાત

gujarat

ETV Bharat / state

શાળા બંધ છે શિક્ષણ નહીંઃ શિનોરની પ્રાથમિક શાળાના બાળકોએ દાખલો બેસાડ્યો - ઈટીવી ભારત

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છેવાડે આવેલ નાના હબીપુરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા કોરોના મહામારીમાં શાળાઓ બંધ હોવા છતાં ઘરે બેઠાં ઓનલાઈન શિક્ષણ વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં હતા. બાળકોએ જે.સી.બી મશીન, રિમોટથી ચાલતી ગાડી, એર કુલર, તોરણ, કૂંડા સહિતની પ્રવૃત્તિ બનાવી શાળા બંધ છે પણ શિક્ષણ નહી તે ઉક્તિ સાર્થક કરી છે.

શાળા બંધ છે શિક્ષણ નહીંઃ શિનોરની પ્રાથમિક શાળાના બાળકોએ દાખલો બેસાડ્યો
શાળા બંધ છે શિક્ષણ નહીંઃ શિનોરની પ્રાથમિક શાળાના બાળકોએ દાખલો બેસાડ્યો

By

Published : Sep 23, 2020, 3:20 PM IST

શિનોરઃ એક શિક્ષક ધારે તો શું ન કરી શકે? વિદ્યાર્થીઓને સારા શિક્ષણની સાથે બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી વિવિધ પ્રવૃતિઓ દ્વારા શાળા અને સમાજને એક તાંતણે બાંધવાનું કામ કરી શકે છે. આવો જ દાખલો બેસાડ્યો છે, વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાના હબીપુરા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય હરીશકુમાર રાણાએ. હરીશકુમાર સમય હોય કે મૂડી બાળકોમાં રોકાણ કરવા જેવું શ્રેષ્ઠ રોકાણ બીજું કોઈ નથી, તે ઉક્તિને સાર્થક કરી રહ્યાં છે. ખાનગી શાળાને ટક્કર આપે એવી નાના હબીપુરા પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણમાં 106 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

શાળા બંધ છે શિક્ષણ નહીંઃ શિનોરની પ્રાથમિક શાળાના બાળકોએ દાખલો બેસાડ્યો


હાલમાં દેશમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, જેને લઈ શાળાઓમાં શિક્ષણ બંધ થયું છે. બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે નાના હબીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ સાથે દરરોજ શાળાના વોટ્સએપ ગ્રુપમાં લિંક દ્વારા શિક્ષણ પુરું પાડી રહ્યાં છે. વાલીઓ અને બાળકોની રૂબરૂ મુલાકાત સાથે મોબાઈલ ફોન દ્વારા ઝૂમ એપ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.

શાળા બંધ છે શિક્ષણ નહીંઃ શિનોરની પ્રાથમિક શાળાના બાળકોએ દાખલો બેસાડ્યો

ત્યારે ખાનગી શાળાને ટક્કર મારે તેવી નાના હબીપુરા પ્રાથમિક શાળાના ઉત્સાહી બાળકો દ્વારા ઘેરબેઠાં ઓનલાઈન શિક્ષણ સાથે વિવિધ પ્રવૃતિ કરી ચાર્ટ પેપર, તોરણ, કૂંડા, માટીના રમકડાં, બચત બેન્ક, પ્લાસ્ટિકના બોટલોમાંથી રિમોટથી ચાલતી ગાડી, ઇન્જેક્શનમાં પાણી અને હવાના દબાણથી ચાલતું જેસીબી મશીન, મોબાઈલ સ્ટેન્ડ અને પેન મુકવાનું સ્ટેન્ડ સહિતની પ્રવૃત્તિ કરીને સરાહનીય કામગીરી કરી રહ્યાં છે. જેને માટે શાળાના આચાર્ય હરીશકુમાર રાણાએ બાળકો અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details