ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્કૂલવાહન ચાલકોની હડતાળ, અહીં પોલીસ જ બાળકોને શાળાએ મુકવા જાય છે

વડોદરા: શહેરમાં સ્કૂલવાન અને રીક્ષા ચાલકોની બે દિવસની હડતાળને પગલે શહેર પોલીસ બાળકોને સ્કુલેથી લેવા મુકવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. કોમર્શિયલ પાસિંગ કરવાની આર.ટી.ઓ. દ્વારા પાડવામાં આવેલી ફરજના વિરોધમાં સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશન દ્વારા આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરી જતાં આજે શહેર પોલીસ તંત્ર દ્વારા બાળકોને પોલીસ વ્હિકલોમાં સ્કૂલે પહોંચતા કરવામાં આવ્યા હતા. આ સાથે વાલીઓને પોતાના બાળકોને સ્કૂલ મુકવા અને લેવા જવાની ફરજ પડી હતી.

વડોદરા શહેર પોલીસની બાળકોને શાળા લેવા મુકવા ખાસ વ્યવસ્થા

By

Published : Jun 19, 2019, 2:16 PM IST

વડોદરા શહેરમાં આર.ટી.ઓ.અને ટ્રાફિક પોલીસ દ્વારા થતી હેરાન ગતિ આક્ષેપ સાથે શહેરના સ્કૂલવર્ધી વાહન અને રિક્ષા ચાલકો બે દિવસની હડતાલ પર જતા શાળા જતા બાળકો અને વાલીઓને પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે.જેને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. વડોદરા શહેર પોલીસ દ્વારા હડતાલને અનુલક્ષી વડોદરા શહેરમાં જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પોલીસ પોતાની સ્કૂલમાં જવા માટે હડતાળિયા ચાલકો તરફથી કોઇ હેરાનગતિ ન થાય અને સહી સલામત તેઓ પોતાની શાળાઓમાં જઈ શકે તે માટે શહેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસની કુલ 52 ટીમો બનાવી હતી. જેમાં 46-મોટર સાયકલ તથા 21- PCR વાન તથા 9-સરકારી બોલેરો વાન દ્રારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સ્કૂલોના વિદ્યાર્થીઓને સલામત પહોંચાડવા માટે જુદી જુદી ટીમો જુદા સ્થળોએ વાહનો સાથે રાખવામાં આવી હતી.

વડોદરા શહેર પોલીસની બાળકોને શાળા લેવા મુકવા ખાસ વ્યવસ્થા

જેમાં જુદી-જુદી સ્કૂલના અંદાજે 250 થી વધુ વિધાર્થીઓને તેઓની સ્કૂલ ખાતે સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જોકે વડોદરા શહેર પોલીસની આ કામગીરીને લઈને વોલીઓએ ખુશી વ્યકત કરી હતી વડોદરા શહેર પોલીસની પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details