વડોદરા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તથા નર્મદા વિકાસ રાજ્યપ્રધાન યોગેશ પટેલના નેતૃત્વમાં વડોદરા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યં છે. તેના ભાગરૂપે પદાધિકારીઓ ઉપરાંત 13 IAS અને 11 IPS ઉચ્ચાધિકારીઓ, 4 અધિક સચિવકક્ષાના સચિવાલયના ઉચ્ચાધિકારીઓ, ભારતીય વન સેવાના અધિકારીઓ, શાળાઓમાં જઇને પ્રવેશાર્થીઓને આવકારશે અને તેમના શાળા પ્રવેશના સાક્ષી બનશે.
વિધાનસભા અધ્યક્ષ અને નર્મદા વિકાસપ્રધાનના નેતૃત્વમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ - school
વડોદરા: જિલ્લામાં "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2019"નું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તારીખ 13 અને 14મી જુનના રોજ વડોદરા જિલ્લાની 1267 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં પ્રવેશને પાત્ર ભૂલકાંઓ, બાળકો અને કિશોરોનું નામાંકન કરવામાં આવશે.
ફાઇલ ફોટો
આ સાથે જ વડોદરા જિલ્લાની શાળાઓના પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જોડાશે. ભણવા લાયક ઉંમરના હોવા છતાં જેમણે શાળામાં પ્રવેશ મેળવ્યો નથી. અથવા તેઓએ ભણતર અધુરૂં છોડ્યું છે. તેવા 1680 બાળકોના પુર્ન પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે.