- ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓના ક્લાસમાં રાજકારણની બફાટુ મારી
- ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતાઃ શિક્ષક
- શિક્ષકનો વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો
વડોદરાઃ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક વિદ્યાર્થીઓને અજીબ પ્રકારનું શિક્ષણ આપીને વિવાદમાં આવ્યા છે. શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન વર્ગમાં ગાંધીજી અને નહેરૂ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓેને ભણાવતા શિક્ષક રાજ ભટ્ટે વિદ્યાર્થીઓને શીખવાડ્યું કે, કોંગ્રેસમાં બધા ચોર છે, ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતા. સાથે જ શિક્ષકે વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગમાં ઇતિહાસ વિશે ખોટી માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ કે, હાલમાં કેટલીક પોલિટિકલ પાર્ટી એવી છે જે હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડવામાં માને છે. પાર્થ સ્કૂલના પ્રિન્સિપાલ સ્નેહલ પટેલે શિક્ષકને નોટિસ આપી લેખિતમાં ખુલાસો માંગ્યો છે.
વડોદરાની કારેલીબાગ સ્થિત પાર્થ સ્કૂલમાં હાલમાં કેટલાક વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી અભ્યાસ કરાવવામાં આવે છે. તો કેટલાક વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ધોરણ 8થી 10 ના વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્રના અભ્યાસક્રમ સિવાયની કેટલીક બાબતો શિક્ષક દ્વારા ભણાવવામાં આવતી હોવાથી વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચોઃ"મારો ફોટો મોબાઈલમાં કેમ ચડાવ્યો" કહી વિદ્યાર્થીને માર મારતાં શિક્ષક સામે પિતાની પોલીસ ફરિયાદ
શિક્ષક રાજ ભટ્ટે નાના બાળકોને રાજકારણના બણગા ભણાવ્યા