ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ઓ.પી.કોહલીના હસ્તે ખડાયતા સમાજના શિક્ષકોને કરાયા સન્માનિત

વડોદરા: શહેરમાં ખડાયતા સમાજના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં શનિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યપાલના હસ્તે શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 6, 2019, 7:46 PM IST

તો પ્રાપ્ત વિગતો અનુસાર, આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલીજીએ જણાવ્યું કે, શિક્ષક બનવું એ માત્ર વેતન મેળવવા માટેનો ધંધો કે વ્યવસાય નથી, એનાથી ઘણું મોટું અને ઊંચુ કર્તવ્ય છે.

સ્પોટ ફોટો

તેમણે ભારતને વિકાસશીલમાંથી વિકસીત દેશ બનાવવા શિક્ષકો યુવા શક્તિનું યથાર્થ રાજ્યપાલે શિક્ષકોને આદર આપવો એ સમાજનું કર્તવ્ય હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉત્તમ કાર્ય માટે ખડાયતા સમાજના પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, શિક્ષકમાં માત્ર વિદ્વતા નહીં, પરંતુ સંવેદનાસભરતા પણ હોવી જોઇએ. સમાજ જ્યારે શિક્ષકને તેની સેવાઓ માટે બિરદાવે છે આદર આપે છે, ત્યારે શિક્ષકમાં વિદ્યાર્થીઓ માટે લાગણીઓ અને સંવેદનાઓનો સંચાર થાય છે. તેમણે શિક્ષકોને પણ માત્ર ઇન્ટેલેક્ચુઅલ કોમ્પિટન્ટ નહીં પણ ઇમોશનલ કોમ્પિટન્ટ બનવાની શીખ આપી હતી.

સ્પોટ ફોટો

ABOUT THE AUTHOR

...view details