ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi visit Vadodara : વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ શરૂ

સૌરાષ્ટ્રની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi visit Vadodara )વડોદરાની મુલાકાતે આવનાર છે. વડાપ્રધાનના વડોદરા પ્રવાસને લઇને તંત્ર એક્શનમાં આવ્યું છે અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં ચાર કિલોમીટર રોડ શો કરશે ત્યારે તમામ ઝીણવટ ભરી તૈયારીઓ વડોદરા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે.

PM Modi visit Vadodara : વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ શરૂ
PM Modi visit Vadodara : વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ શરૂ

By

Published : Jun 8, 2022, 4:42 PM IST

વડોદરાઃઆગામી 18 જુને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે (PM Modi visit Vadodara )આવનાર છે. તેમની પૂર્વ તૈયારીઓમાં વડોદરા પ્રશાસન જોતરાયું છે. વડાપ્રધાનના વડોદરા પ્રવાસને લઇને તંત્ર એક્શનમાં આવ્યું છે અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરમાં ચાર કિલોમીટર રોડ શો કરશે (Vadodara Leprosy Ground )ત્યારે તમામ ઝીણવટ ભરી તૈયારીઓ વડોદરા(PM Rally in Vadodara)પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન

આ પણ વાંચોઃગુજરાતમાં ભાજપ મોદી મોજિકના સહારે, આ કારણોસર રાજ્યમાં કોઈ જોખમ નહીં લે

ભવ્ય રોડ શોનું આયોજન -રોડ શોનાં રૂટ પર વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આજવા રોડ પર આવેલ લેપ્રેસી ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદી જંગી જાહેરસભાને સંબોધન કરશે તે માટે ગ્રાઉન્ડ પરની વ્યવસ્થાઓનો પણ ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ગ્રાઉન્ડમાં પાંચ લાખ જેટલી જનમેદનીને વડાપ્રધાન સંબોધન કરશે. સૌરાષ્ટ્રનો પંથક ખેડ્યા બાદ વડાપ્રધાન આગામી (PM Modi visit Vadodara) સમયમાં વડોદરાની મુલાકાત પર આવી રહ્યા છે. વડોદરામાં વડાપ્રધાન મોદીની ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. તેમજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ (PM Rally in Vadodara) કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃPM Modi visit Vadodara: PM મોદી ફરી આવશે ગુજરાત, આ વખતે શું હશે કાર્યક્રમ...

ભવ્ય સ્વાગત -દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જૂનના રોજ વડોદરા ખાતે આવવાના હોય અને તેમના સ્વાગતમાં કોઈ કમી ન રહે તે માટે શહેર વાસીઓને પ્રદેશ અધ્યક્ષ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, રોડ શો બાદ સભાના આયોજનને લઈ વડોદરાવાસીઓને ભવ્ય સ્વાગત માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે શહેરીજનોને મોહલ્લા સજાવવા, રંગોળી પાડવા, ઝંડા લગાવવા (PM visit to Gujarat) અને વાજતે ગાજતે વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details