વડોદરાના રસ્તાઓ પર શાહુડી મળી જોવા, વાઇલ્ડ લાઇફે કરી રેસ્ક્યું - vadodara
વડોદરાઃશહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અનેક જીવો પોતાનું આશ્રય સ્થાન બનાવીને રહે છે. આ નદીમાં અંદાજે 600 થી વધારે મગરો વસવાટ કરે છે. ત્યારે વિશ્વામિત્રીની કોતરોમાં અન્ય જીવો પણ રહે છે. જે ઘણી વખત માનવ વસ્તી વચ્ચે જોવા મળે છે. ત્યારે શાહુડી મઘરાત્રે વડોદરાના જાહેર રોડ પર આ રીતે પહેલીવાર ફરતી જોવા મળી હતી.
vdr
મળતી માહિતી મુજબ વડોદરામાં મધરાતે વિશ્વામિત્રી નદીની કોતરમાંથી શાહુડી બહાર નીકળી આવી હતી અને એસ.એસ.જી હોસ્પિટલની દીવાલ પાસે ખુલ્લામાં આમતેમ ભાગતી અને ગભરાયેલી જોતા વાઈલ્ડ લાઈફ રેસક્યુની ટીમે તેને બચાવી લઈને વિશ્વામિત્રી નદી કોતરમાં સહીસલામત છોડી હતી.