વડોદરા: નિઝામુદિન કેન્દ્રમાં મરકજ નામના ધાર્મિક પ્રસંગે દેશ-વિદેશના હજારો લોકો એકઠાં થયા હતા. જેમાંથી કોરાના સંક્રમણનો ભોગ બનેલા અનેક લોકો પોતાના વતનમાં પહોંચી ગયા છે. વડોદરામાંથી કોઈ ગયું હતું કે કેમ ? તેની શોધખોળ કરવા પોલીસ દોડતી થઈ છે.
નિઝામુદ્દીનમાં ધાર્મિક પ્રસંગમાં ડભોઈના યુવાનને લેવા ગયેલા બે મિત્રો સહિત ત્રણની ધરપકડ
દિલ્હીનાં નિઝામુદ્દીન કેન્દ્રમાં મરકજના ધાર્મિક પ્રસંગે ગયેલો ડભોઈનો યુવાન પરત ફર્યો હતો. તેને લેવા બે મિત્રો ગયાં હોવાની માહિતીને આધારે ડભોઈ પોલીસે વેગા ચોકડી પાસેથી ત્રણેયની અટકાયત કરી છે. ડોક્ટર્સની ટીમ બોલાવી આઈસોલેશનમાં ખસેડાયા હતાં.
દિલ્હીનાં નિઝામુદ્દીનમાં ધાર્મિક પ્રસંગે ગયેલા ડભોઈના યુવાનને લેવા ગયેલા બે મિત્રો સહિત ત્રણની ધરપકડ
પોલીસને માહિતી મળી હતી કે, ડભોઇના રામટેકરી વિસ્તારનો સલમાન અયુબભાઈ મન્સુરી નિઝામુદ્દીન ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા છેલ્લા 40 દિવસથી ગયો હતો. તે હરિયાણાથી ટ્રકમાં બેસી મંગળવારે રાત્રે દરજીપૂરા આવી પહોંચતા ડભોઈના બે મિત્રો તૌફિક ગુલામ મન્સુરી અને ઇમરાન દિલાવર મન્સુરી તેને લેવા આવ્યા હતા. વેગા ચોકડી પાસે ડભોઈ પોલીસે તેમની અટકાયત કરી ડોક્ટર્સ ટીમ બોલવી ત્રણેયને આઈસોલેશનમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.