વડોદરામાં ભારે વરસાદને કારણે આજવા ડેમ ઓવરફલો થતાં વિશ્વામિત્રી નદીમાં પાણીનો ભરાવો થયો છે .અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરા શહેરમાં ભરાઈ જવાની સ્થિતી સર્જાઈ છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારના અંદાજે 5000 લોકોને સલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં આવેલી આ આફતને પગલે PMO કાર્યાલય પણ આ સ્થિતી અંગે સતત સંપર્કમાં છે. તેની મદદથી વડોદરામાં વરસાદી સ્થિતિમાં બચાવ રાહત કામો માટે NDRFની પાંચ વધારે ટીમ પૂનાથી એર લિફ્ટ કરીને પહોંચડવામાં આવી રહી છે. અત્યારે વડોદરામાં NDRFની 4 ટીમ વડોદરામાં તંત્રના મદદ કાર્યો માટે તૈનાત છે.આ ઉપરાંત આર્મીની-૨ તેમજ S.R.P.ની-2 કંપની તેમજ પોલીસ અને સુરત-વડોદરાની ફાયર ટીમ પણ બચાવ રાહત કામોમાં લાગી છે.