પિંકી સોની બન્યા વડોદરાના નવા મેયર વડોદરા:વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોની અને ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલનું નામ જાહેર કરાયું છે. પિન્કીબેન સોની વડોદરાના 61મા અને ચોથા મહિલા મેયર બન્યા છે.
પિન્કીબેન સોની ચોથા મહિલા મેયર: આ અગાઉના ભારતીબેન વ્યાસ, ડો. જ્યોતીબેન પંડ્યા અને ડો. જીગીષાબેન શેઢ વડોદરાના મેયર પદે રહી ચૂક્યા છે. સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તરીકે ડો.શીતલ મિસ્ત્રીની નિયુક્તિની સાથે સાથે અન્ય 11 સભ્યોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ભાણજી પટેલ, રાકેશ શાહ, તેજલ વ્યાસ, બંદીશ શાહ, મીનાબા ચૈહાણ, નીતીન દોગા, જાગૃતી કાકા, રીટા સીંઘ, ધનશ્યામ સોલંકી, કેતન પટેલ, હેમિષા ઠક્કરનો સમાવેશ થાય છે ભાજપની પરંપરા મુજબ ચોકાવનારા નામો જાહેર થયાં છે.
ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની વરણી કાર્યકરોમાં આનંદ:પોતાનાં મળતીયાઓને મહત્વના પદોએ બેસાડવાં માટે પ્રયત્નો કરી રહેલાં સાંસદ અને ધારાસભ્યો સહિત સંગઠનનાં હોદ્દેદારો પણ જાહેર થયેલ નામોથી વિસ્મય પામી રહ્યાં છે. પરંતુ પક્ષનાં મેન્ડેટ મુજબ જાહેર થયેલાં હોદ્દેદારોએ આજે પાલિકાની ધુરા સંભાળી લીધી છે. આ નામો જાહેર થતાં પક્ષની વિચારધારાને વરેલા પાયાનાં કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે અને અંદરોઅંદર ચર્ચાઓ ચાલી રહી છે કે, પક્ષ પ્રત્યે વફાદાર અને સતત પક્ષ માટે કામ કરતાં પાયાનાં કાર્યકરોને ભાજપમાં અચનાક મોટાં હોદ્દા મળી શકે છે તે આ નામોની જાહેરાતે પુરવાર કરી આપ્યું છે. હવે આ નવા હોદ્દેદારો શહેરનો ચોતરફ વિકાસ કરી શહેરને નવી આગવી ઓળખ મળે તે માટે કામે લાગી જશે.
ભાજપ દ્વારા હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા: ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી ત્યારથી મેયરની પ્રથમ હરોળમાં ડેપ્યુટી મેયર નંદાબહેન જોષી, સ્નેહલબહેન પટેલ, સંગીતાબહેન ચોક્સી તેમજ પૂર્વ મેયર અને એક ધારાસભ્યના અંગત મનાતા હેમીશા ઠક્કરના નામો ચર્યાઇ રહ્યા હતા. જ્યારે ડેપ્યુટી મેયરની રેષમાં શૈલેષ પાટીલ, ઘનશ્યામ પટેલ, ડો. રાજેશ શાહ અને મહાવિર રાજપુરોહીતના નામો ચર્ચાઇ રહ્યા હતા. કોર્પોરેશનની મલાઇદાર ગણાતી સ્થાયી સમિતીના ચેરમેન માટે મનોજ પટેલ, ચિરાગ બારોટ, અજીત દધીચ અને ડો. શિતલ મિસ્ત્રીના નામો ચર્યાઇ રહ્યા હતા. પરંતુ આ સિવાયનાં જ નામોની જાહેરાતથી રાજકીય પંડિતો વિસ્મય પામી રહ્યા છે.
Ahmedabad New Mayor: અમદાવાદના નવા મેયર બન્યા પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની નિમણુક