ડભોઈઃ ડભોઈ વેગા ચોકડી પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ પર વડોદરા ફાયરબ્રિગેડના વાહન અને ડિઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડિઝલની ટાંકી ફાટી જતા ડિઝલ રસ્તામાં ઢોળાઈ ગયું હતું, જેનો લાભ લઈ આજુબાજુના લોકો એકઠા થઈ જે પણ વાસણ મળ્યું તેમાં ડિઝલ ભરીને લઈ ગયા હતા. પોલીસ અને વડોદરા ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ડભોઈમાં રસ્તામાં ઢોળાયેલું ડીઝલ લેવા માટે લોકોની પડાપડી - વેગા ચોકડી
ડભોઈ વેગા ચોકડી પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ પર વડોદરા ફાયરબ્રિગેડના વાહન અને ડિઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડિઝલની ટાંકી ફાટી જતા ડિઝલ રસ્તામાં ઢોળાઈ ગયું હતું, જેનો લાભ લઈ આજુબાજુના લોકો એકઠા થઈ જે પણ વાસણ મળ્યું તેમાં ડિઝલ ભરીને લઈ ગયા હતા.
ડભોઈમાં રસ્તામાં ઢોળાયેલા ડિઝલને લઈ જવા લોકોની પડાપડી
બે કલાક સુધી ડભોઈથી છોટાઉદેપુરનો મુખ્ય રસ્તો બંધ રાખીને અન્ય રસ્તા પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ડભોઈ પોલીસને કરાતા પીઆઈ જે. એમ. વાઘેલા સહિતના પોલીસ સ્ટાફે તત્કાલ બનાવ સ્થળે પહોંચી જઈ સ્થિતિને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે દુર્ઘટના થઈ ન હતી.