ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Protest: વડોદરામાં નવી શિક્ષણનીતિ સામે વાલીઓનો વિરોધ, બાળકો પણ જોડાયા

નવી શિક્ષણ નીતિને લઈને 25 હજાર જેટલા બાળકોના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા વધી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે વડોદરામાં આવેલા કમાટીબાગ ખાતે વાલીઓએ વિરોધ કર્યો હતો. જેમાં વાલીઓ અને બાળકો દ્વારા માનવ સાંકળ રચીને સરકારની નવી નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ત્રીજું વર્ષ ઉમેરાતા પેરેન્ટ્સને આર્થિક બોજો
ત્રીજું વર્ષ ઉમેરાતા પેરેન્ટ્સને આર્થિક બોજો

By

Published : Feb 12, 2023, 8:01 PM IST

નવી શિક્ષણ નીતિ સામે કમાટીબાગ ખાતે વાલીઓનો માનવ સાંકળ બનાવી વિરોધ

વડોદરા: નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રિ-પ્રાયમરી ત્રીજું વર્ષ ઉમેરવાની સરકારની યોજનાને વાલીઓ દ્વારા નકારવામાં આવી છે. નવી શિક્ષણનીતિ અનુસાર 6 વર્ષ પુરા ન કરનારા બાળકોને ધોરણ 1માં પ્રવેશ નહીં મળે અને તેમણે એક વર્ષ ફરીથી ભણવાનું રહેશે. એટલે કે 6 વર્ષે બાળક પ્રથમ ધોરણમાં આવે. તે દરમિયાન તેના જન્મમાં એક કે બે માસનો ફરક હોય તો તેને ફરીથી 1લા ધોરણમાં અભયાસ કરવો પડશે. જેને કારણે બાળકનું એક આખું વર્ષ બેકાર સાબિત થાય છે. જેને લઈ વાલીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વડોદરામાં નવી શિક્ષણ નીતિ સામે વાલીઓનો વિરોધ

શિક્ષણની નવીનીતિને લઈ વાલીઓમાં ચિંતા:25 હજાર જેટલા બાળકોના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા વધી છે. તેમના દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે વડોદરામાં આવેલા કમાટીબાગ ખાતે વિરોધ કરતા જોવા મળ્યા છે. જેમાં વાલીઓ અને બાળકો દ્વારા માનવ સાંકળ રચીને સરકારની નવી નીતીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાથમાં કાળી પટ્ટીઓ બાંધી વાલીઓ સહિત બાળકોએ એક બીજાના હાથ પકડી શિક્ષણનીતિનો વિરોધ કર્યો હતો. નાના નાના ભૂલકાઓ રસ્તા પર જુદા-જુદા સ્લોગન લખેલા બોર્ડ લઈ ઉભેલા જોવા મળ્યા હતા. સાથે સાથે બાળકોએ માતા પિતા સાથે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. વાલીઓ દ્વારા પોતાના બાળકના ભવિષ્યને ધ્યાને રાખી 6 મહિનાની રાહત આપવાની માંગ કરવામાં આવી રહી છે.

25 હજાર જેટલા બાળકોના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા વધી

આ પણ વાંચો:ETV Bharat special report: 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકને પડી શકે છે અનેક મુશ્કેલીઓ

ત્રીજું વર્ષ ઉમેરાતા પેરેન્ટ્સને આર્થિક બોજો:આ અંગે વાલીઓએ જણાવ્યું કે આજે અમે બધા ભેગા થયા છે અને એક માનવ ચેન બનાવી છે. અત્યારે પણ સરકારને રિકવેસ્ટ લઈને વિરોધ કરીને અત્યારે પણ અમારો વિરોધ ચાલુ છે. જયારે રખડતા ઢોર અને બિલ્ડર લોકોનું એક જ મિટિંગમાં સોલ્યુસન લાવી શકે છે તો આ બાળકો માટે કેમ નથી વિચારતા. આ બાળકોનો એક વર્ષનો સવાલ છે. આ બાળકો નાના છે એ બાળકો એમના માટે લડી નથી સકતા એટલા માટે અમે અહીં ઉભા છીએ. આ બાળકોના એક વર્ષનો સવાલ છે. બાળકોના ફયુચર-કરિયરનો સવાલ છે અને ત્રીજું વર્ષ ઉમેરાતા પેરેન્ટ્સને આર્થિક બોજો પણ આવશે. એટલે કે વાલીઓને માથે કુલ અંદાજિત 3 હાજર કરોડનો બોજ આવશે. જે નાની રકમ નથી.

ત્રીજું વર્ષ ઉમેરાતા પેરેન્ટ્સને આર્થિક બોજો

આ પણ વાંચો:Class 1 Admission Age : નવી શિક્ષણ નીતિને લઈને શાળા વાલી વચ્ચે ગેરસમજ

3 લાખ બાળકોના ભવિષ્યનો સવાલ: આ અંગે હિતેશ ગુપ્તાએ જણાવ્યું કે આ સરકારની બેવડી નીતિઓ છે. ગુજરાતના 3 લાખ બાળકો જે ગુજરાતનું ભવિષ્ય છે તેની સાથે સરકાર રમત રમી અખતરા કરી રહી છે. ગુજરાતના 3 લાખ વિદ્યાર્થીઓના વાલીઓ પર આશરે 3 હજાર કરોડ રકમનું ખોટું ભારણ સરકાર લગાવી રહી છે. જો આ નિર્ણયમાં થોડો ફેરફાર કરી 6 મહિનાની રાહત આપે તો ચોક્કસથી આ વાલીઓ પર ખોટું ભારણ પડતું નહિ આવે. ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નીતિ છે. તેવામાં આપણા પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં અલગ નીતિ છે. કર્ણાટકમાં 2025માં અમલીકરણનું નક્કી કરાયું છે. એટલે શું ગુજરાત સરકાર ચાહે છે કે આ 3 લાખ વિદ્યાર્થીઓ ગુજરાત છોડીને અન્ય રાજ્યોમાં ભણવા જાય.ગાંધી ચિંધ્યા માર્ગે સૌ વાલીઓએ આજે માનવ સાંકળ રચીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી સરકારની આંખો નહિ ખુલે ત્યાં સુધી આશ્રર્યજનક કાર્યક્રમો આપીને અમારો વિરોધ ચાલુ રાખીશું.

ABOUT THE AUTHOR

...view details