ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુરે વડોદરાની લીધી મુલાકાત

વડોદરાઃ ભાજપના હોદેદારો સાથે કરી સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિતનો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો હતો.

વડોદરા ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુર વડોદરાની મુલાકાતે

By

Published : Apr 12, 2019, 3:12 AM IST

વડોદરા ખાતે ગુજરાત ભાજપ પ્રભારી કેન્દ્રીય પ્રધાન ઓમ માથુરે વડોદરાની મુલાકાત લીધી હતી. ઓમ માથુરે મુલાકાત દરમિયાન ભાજપના હોદેદારો ધારાસભ્ય અને સાંસદ સાથે સંકલન બેઠક યોજી હતી. જેમાં ઓમ માથુરે જણાવ્યું હતું કે, ગુજરાતની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપની જીત થશે. 20 બેઠકો પર મેં જાતે પ્રવાસ કર્યો છે. ભાજપ તરફી વધુ મતદાન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારના રોજ રાજકોટ ખાતે ખેડૂતો દ્વારા જે પાક રેલી યોજી રજૂઆત કરતા મામલો બીચક્યો હતો.જોકે આ અંગે પૂછતાં માથુરે જણાવ્યું હતું કે, ખેડૂતોની ચિંતા માત્ર ભાજપ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.

મધુ શ્રીવાસ્તવના નિવેદન અંગે પૂછતાં માથુરે જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકર હોય કે કોઈ હોદ્દા પર વાણી પર સંયમ રાખવો જરૂરી છે. જોકે પહેલા તબક્કાનું મતદાન થયું છે. કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા દ્વારા કરાયેલી પી.એમ સામે કરેલી ફરિયાદ અંગે પૂછતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી કોંગ્રેસ પક્ષ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.


ABOUT THE AUTHOR

...view details