વડોદરામાં ભારે વરસાદથી NDRFની ટીમે બચાવ કામગીરી શરુ કરી હતી. જેમાં NDRFની 11 ટુકડીઓ બોટ, લાઇફ જેકેટ, લાઇફ બોયા જેવી સાધનસુવિધા સહિત 24 કલાક બચાવ અને રાહતની કામગીરી સતત ખડેપગે કરી રહી છે. જેના કારણે પૂરમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી તેમના જીવ બચાવવાની કામગીરી થઇ છે.
NDRFના જવાનોએ વડોદરાના સંભોઇ ગામમાં નવજાત શિશુ સહિત 19ને સલામત સ્થળે ખસેડ્યા
વડોદરા: જિલ્લાના કરજણ તાલુકાના સંભોઇ ગામે મોડીરાત્રે સગર્ભાએ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુ અને 15 દિવસના એક બાળક સહિત કુલ 19 સભ્યોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદના સમયે તેમને સલામત સ્થળ સુધી પહોંચાડવામાં NDRFની ટીમ તેમની મદદે આવી હતી.
ગામમાં પાણી ભરાઇ જતા નવજાત શિશુ અને પ્રસુતાનો પરિવાર પારવાર મુશ્કેલીમાં હતો. આવી પરિસ્થિતિમાં કઇ રીતે બહાર લાવવા તે બાબત મુશ્કેલી હતી. નવજાત અને માતા સહિત પરિવારના કુલ 7 પુરૂષ અને 8 મહિલાઓ અને બાળકો સહિત 19 સભ્યોને NDRFની ટીમે બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. નવજાત બાળક અને 15 દિવસનું બીજું એક બાળક અને અન્ય બે બાળકો સહિત કુલ 4 બાળકોને સલામત સ્થળે ખેસડવામાં આવ્યો છે. આ પરિવારે રાહત અનુભવી હતી. તેમના જીવ પર આવી પડેલા જોખમ અને સંકટ આવી પડેલા હોય 19 સભ્યોને નવું જીવનદાન મળ્યાની અનુભૂતિ થઈ હતી.