વડોદરાઃ જિલ્લાના પાદરાના સાદરા મોભા ગામની વચ્ચેથી પસાર થતી કોટના ડિસ્ટ્રિક્ટ પાણીની નર્મદા કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી આસ પાસના ખેતરોમાં પાણી ભરાતા ખેતરોમાં ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વડોદરાના સાદરાની નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ભરાયા પાણી, પાકને નુકસાન
પાદરાના સાદરા ગામથી પસાર થતી કોટના ડિસ્ટ્રિક્ટ પાણીની નર્મદા કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે. જેને કારણે પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોની વળતરની માગ કરી છે.
સાદરા મોભા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડતા કેનાલનું પાણી કેનાલની બાજુ 70 વિધાની જમીનમાં પાણી ફરી વળ્યાં હતા અને 30 ઉપરાંત ખેતરોના ઊભા પાકને વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું હતું. મોડી રાતે 3 વાગ્યાથી પડેલા ગાબડાને જાણ અધિકારીઓને કરવા છતાં પણ પાણી બંધ ન થતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સાદરાના 70 વિધામાં 30 ઉપરાંત ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. અને ખેડૂતોએ નર્મદા કેનાલના અધિકારીઓ સામે રોષ વ્યકત કર્યો હતો અને ઘુટણ સમાં પાણી ખેતરોમાં ભરતા ખેતરોમાં પાકને વ્યાપક પ્રમાણે નુકશાન થતા, ખેડૂતોએ પાકના વળતરની માંગ કરી હતી અને વળતર નહિ મળે તો આંદોલનની ચીમકી પણ આપી હતી.