એમ.એસ યુનિટ બિલ્ડિંગની હાયર પેમેન્ટ બેઠકો પર દર વર્ષે અંદાજે 2000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. જો કે ફી વધારાના પગલે વિદ્યાર્થી સંગઠનોને વિરોધ કરવા માટે એક મુદ્દો મળી ગયો છે.
વડોદરા MSUમાં કૉમર્સ ફેકલ્ટીની હાયર પેમેન્ટ બેઠકોની ફીમાં કરાયો વધારો - nirmit dave
વડોદરા: શહેરમાં આવેલી ખ્યાતનામ યુનિવર્સિટી એવી એમ.એસ યુનિવર્સિટીની સૌથી મોટી કૉમર્સ ફેકલ્ટીમાં યુનિટ બિલ્ડિંગ પરની હાયર પેમેન્ટ બેઠકોની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેના પગલે વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં ચોક્ક્સ વધારો થઈ શકે છે. આ અંગે મળતી માહિતી મુજબ એમ.એસ યુનિવર્સિટીમાં અત્યાર સુધી હાયર પેમેન્ટ બેઠકોની ફી રૂપિયા 13,350 રૂપિયા હતી. જ્યારે આ વર્ષે ફી વધારીને રૂપિયા 15,550 કરી દેવામાં આવી છે. આમ ફીમાં સીધો જ 2,200 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
વડોદરા
હાયરપેમેન્ટ બેઠકોનીઆ કૉમર્સ ફેકલ્ટીના ફી વધારાને પગલે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફેકલ્ટી ડીન સમક્ષ ફી વધારા સામે જોરશોરથી વિરોધ સાથે રજુઆત કરવામાં આવશે. તો સાથે જ ફી વધારો પાછો ન ખેંચાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.