વડોદરા: જિલ્લાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત ત્રણ ધારાસભ્યએ ફરી એક વખત મુખ્યપ્રધાનને (MLA's letter to the Chief Minister )પત્ર લખ્યો છે. પત્રમાં સરપંચને પણ વેતન ચુકવવાની માંગ કરવામાં આવી છે.
સરપંચોને વેતન આપવા માંગ
જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વિવિધ પ્રશ્નોને લઈને મુખ્યપ્રધનને પત્ર લખી રજુઆત કરતા હોય છે. ત્યારે આજે ફરી એક વખત મુખ્યપ્રધનને પત્ર લખી (Letter to the Chief Minister regarding various questions )રજુઆત કરવામાં આવી છે. જેમાં નવા ચૂંટાયેલા સરપંચોને પણ વેતન આપવાની માંગ કરવામાં આવી છે. આ અંગે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકાર તેમની માંગ સંતોષશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્યનો મુખ્યપ્રધનને પત્ર નીચલા સ્તરે ચાલતો ભ્રષ્ટાચાર બંધ થાય
હાલમાં ગુજરાત સહિત દેશભરના ધારાસભ્યો અને સાંસદોને વેતન આપવામાં આવે છે. તો સરપંચોને પણ વેતન(letter also demanded payment of salary to the sarpanch ) આપવામાં આવે તો નીચલા સ્તરે ચાલતો ભ્રષ્ટાચાર પણ બંધ થાય તેવું ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે. ઉપલા સ્તરે ભ્રષ્ટાચાર બંધ થયો હોવાનું પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. અને જ્યાં સુધી તેઓ ધારાસભ્ય પદ પર રહેશે ત્યાં સુધી સરપંચોને વેતન આપવાના મુદ્દે લડત ચાલુ રાખશે.
આ પણ વાંચોઃUnseasonal Rains In Gujarat : ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી, જાણો આજનું લઘુતમ તાપમાન
આ પણ વાંચોઃBJP Micro Donation Campaign : સીઆર પાટીલે કરી માઈક્રો ડોનેશન અભિયાનની શરૂઆત, 1000 રુપીયાનું કર્યું દાન