ભારતીય રેલવે સેવા IRSના વર્ષ 2016-17ની બેચના 50 જેટલા અધિકારીઓએ તાલીમના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. ભારતીય રેલવે અને જિલ્લા વહીવટીતંત્ર સાથે કેવા પ્રકારની કામગીરી કરવાની હોય તેના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લાની પ્રોફાઇલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના માળખાના વહીવટના સંદર્ભમાં વિગતવાર પરિચય પણ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લા વહીવટી વિભાગની રેલવે અધિકારીઓ સાથે યોજાઇ બેઠક
વડોદરાઃ જિલ્લા અધિકારી દ્વારા તાલીમના ભાગરૂપે આવેલા રેલવે અધિકારીઓ સાથે જિલ્લા વહીવટીતંત્ર અને રેલવે સંબંધી કામગીરીની બારીકાઈથી અવગત કરવામાં માટે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા વહીવટી વિભાગની રેલવે અધિકારીઓ સાથે બેઠક
ભારતીય રેલવે સેવાના આ અધિકારીઓ હાલ શહેરના લાલબાગ ખાતે આવેલ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેમાં તાલીમના ભાગરૂપ આવેલા છે. જેના ભાગરૂપે સરકારી તંત્રને પ્રત્યક્ષ રીતે સમજવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના અધિકારીઓ સાથે વહીવટી બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી ભારતીય રેલવે સેવાના ભાવિ અધિકારીઓને પણ કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા.