વડોદરા:શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી અને એક સંતાનની માતાને વિધર્મી યુવક દ્વારા ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પીડિત મહિલાને વિધર્મી દ્વારા દરગાહ પર લઈ જઈ તાવીજ ઉતારી ચાંદીના ઝાંઝર અને છડા ઉતારી લીધા હતા. પાણી પીવડાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવાના માટે દબાણ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવતા પરિણીતાએ આખરે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ નવાપુરા પોલીસ દ્વારા વિધર્મી યુવકને દબોચી લીધો છે.
ધમકી આપી દુષ્કર્મ આચર્યું:શહેરના નવાપુરા અનસારી મહોલ્લામાં રહેતો મહંમદ હુસેન શેખ નામના યુવક 22 વર્ષીય પરિણીતાને એક વર્ષ પહેલાં ઘરેથી શાકભાજી લઈને નીકળી હતી તે દરમિયાન પીછો કરી છેડતી કરતો હતો. બંને એક બીજાના પરિચયમાં આવ્યા બાદ પરણીત મહિલાનો પતિ કોઈ કારણોસર બહાર ગયો હતો. દરમિયાન એકલતાનો લાભ લઇ મહમદ હુસેન શેખ પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો. સાથે જ પરિણીતા એક પુત્રની માતા પણ છે, જેથી પુત્રને મારી નાખવાની તેમજ એસિડ એટેક કરી ચહેરો ખરાબ કરવાની ધમકી આપી મજબૂર કરી હતી. પુત્રને મારી નાખવાની ધમકીથી ગભરાયેલા પરણીતા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ધમકીથી ગભરાયેલ પરિણીતાએ આ અંગે કોઈને જાણ કરી નહોતી.