વડોદરા : છેલ્લા કેટલાક દિવસ પહેલાં ડભોઈથી નોકરીએથી છૂટયા બાદ આઠ દિવસની રજા મૂકી ગુમ થયેલાં મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી સાથે કોલ્હાપુરથી ઝડપી પાડી છે. પોલીસ તેઓને ડભોઇ ખાતે લઈ આવી હતી. તેમજ કાઉન્સેલિંગ કરી તેઓના પરિવારને સોંપી દેવાયા હતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો :મળતી માહિતી અનુસારગુમ થતાં પહેલાં મહિલા કોન્સ્ટેબલે પોતાની મોટી બહેનને 'હું મારી મરજીથી વિદેશ જઉં છું' એવો મેસેજ મોકલીને ગુમ થયા હતાં. બાદમાં ડભોઈ પોલીસ મથકમાં નોકરી કરતા આ મહિલા કોન્સ્ટેબલને વિધર્મી પ્રેમી સદામ ગરાસિયા સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી ડભોઈ પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસ મોડી રાત્રે બંનેને ડભોઈ ખાતે લાવી હતી. ડભોઈ ખાતે બંનેને લવાયા બાદ તેઓને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.
આ બનાવમાં લવજેહાદનું રૂપ અપાયું હતું :ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ તેના મિત્ર સદ્દામ ગરાસીયા સાથે ભાગી ગઈ હોવાની વિગતો સપાટી ઉપર આવતા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ બાબતે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ આ બનાવને લવ જેહદાનું રૂપ આપાતા ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર જિલ્લામાં આ મહિલા પોલીસ કોન્સટેબલના આ પ્રેમ પ્રકરણે ભારે ખળભળાટ મચાવ્યો હતો.