ગુજરાત

gujarat

By

Published : Jan 29, 2023, 5:09 PM IST

ETV Bharat / state

Vadodara news: સાવલી ભાજપના નેતાના ઘરમાં ચોરી, લાઇસાન્સ વાળી રિવોલ્વર તથા ઓસ્ટ્રેલીયાથી આવેલા પુત્રનો પાસપોર્ટ ચોરાયો

સાવલી ભાજપના નેતાના ઘરમાંથી લાઇસાન્સ વાળી રિવોલ્વર તથા ઓસ્ટ્રેલીયાથી આવેલા પુત્રનો પાસપોર્ટ ચોરાયો હોય તેવી ઘટના સામે આવી છે. વડોદરા સ્થિત રહેતા પ્રવિણ પંડ્યા સાવલીના પ્રભારી છે. પુત્રીના ઘરેથી રાતે પોણા નવ વાગે પરત ફરતા ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ઓસ્ટ્રેલીયાથી આવેલો પુત્ર બોલાસીનોરના માજી ધારાસભ્યને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો.

licensed-revolver-and-sons-passport-were-stolen-from-savli-bjp-leader-house
licensed-revolver-and-sons-passport-were-stolen-from-savli-bjp-leader-house

વડોદરા:વડોદરામાં ચોરી કરતી ટોળકીઓ હવે સક્રિય થતી જોવા મળી રહીં છે. ગત રોજ કલાલી વિસ્તારમાં 5 જેટલા ચડ્ડી બંડી ધારી ચોર એક અપાર્ટમેન્ટમાં ચોરીના ઇરાદે ઘૂસ્યા હોવાની સીસીટીવી સામે આવ્યાં હતા. વડોદરામાં રહેતા અને સાવલી નગરના ભાજપના પ્રભારીના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો તિજોરીમાં મૂકેલ લાઇસન્સવાળી 32 બોરની રિવોલવર, ઓસ્ટ્રેલિયા નિવાસી પુત્રનો પાસપોર્ટ અને રૂપિયા 32 હજાર રોકડ મળી કુલ્લે રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા પ્રભારી દીકરીના ઘરે ગયા હતા જ્યારે પુત્ર માજી ધારાસભ્યની દીકરીના લગ્નમાં ગયો હતો ત્યારે તસ્કરોએ પ્રભારીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું

કેવી રીતે થઇ હતી ચોરી?: વડોદરા શહેરના ડભોઇ રોડ સ્થિત ગીતાંજલી સોસાયટીમાં રહેતા પ્રવિણચંદ્રએ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ અનુસાર, તેઓ હાલ નિવૃત જીવન વિતાવી રહ્યાં છે. તથા સાવલી નગરના પ્રભારી તરીકે સેવા આપી રહ્યાં છે. થોડા દિવસો પૂર્વે તેમનો પુત્ર ઓસ્ટ્રેલીયાથી પરત ઘરે આવ્યો હતો. જ્યાં ગત તા. 27 જાન્યુઆરીના રોજ સવારે તે બાલાસીનોર સ્થિત માજી ધારાસભ્યના ઘરે લગ્ન પ્રસંગમાં ગયો હતો ત્યારબાદ બપોરના 12 વાગ્યાની આસપાસ પ્રવિણભાઇ ઘરને તાળુ મારી પ્રતાપનગર સ્થિત બેન્ક ઓફ બરોડામાં કામ અર્થે ગયા હતા. બાદમાં તેઓ આર.વી.દેસાઇ રોડ ખાતે રહેતી તેમની દિકરીને મળવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ રાતના પોણા નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પહોંચ્યાં હતા. ત્યારે ઘરના મુખ્ય દરવાજે મારવામાં આવેલુ તાળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતુ. ઘરની અંદર તપાસ કરતા બેડરૂમમાં રહેલી લોખંડની તીજોરી અને તેની અંદરનુ લોકર પણ ખુલ્લુ જોવા મળ્યું હતુ.

આ પણ વાંચોRajkot Crime: ધો 7ની વિદ્યાર્થિનીને શિક્ષકે કર્યા અડપલા, પોલીસ ફરિયાદ

પોલીસે તપાસ હાથ ધરી:ઘરમાં મુકેલી 32 બોરની લાયસાન્સ વાળી રિવોલ્વર તથા 31 હજાર રોકડા તેમજ ઓસ્ટ્રેલીયાથી આવેલા તેમના પુત્રનો પાસપોર્ટ પણ જોવા મળ્યો ન હતો. જેથી આ મામલે પ્રવિણભાઇએ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ચોરી કરનારની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોJamnagar Crime News : જામનગરની યુવતીને વિધર્મી શખ્સે લલચાવીને ગુજાર્યું દુષ્કર્મ

ભાજપના નેતાના ઘરમાં ચોરી: પ્રવિણચંદ્ર પંડયાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં રૂપિયા 31000 રોકડ, રૂપિયા 99840 ની કિમતની રિવોલવર અને પાસપોર્ટ મળી રૂપિયા 1,30, 840 નો મુદ્દામાલ ચોરી કરી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ચોરી કરનારની શોધખોળ હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં તેમજ ભાજપામાં ચકચાર મચાવી મૂકી હતી.

ABOUT THE AUTHOR

...view details