ગુજરાત

gujarat

ETV Bharat / state

લામડાપુરા ગામે કંપનીમાં ભાગીદારે કરી ઉચાપત, ભાદરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી - The company's partner embezzled

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી કંપનીના એક ભાગીદારે ગેર વહીવટ કરીને કંપનીને નુકસાન પહોંચાડી 1.18 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાય હતી. જેને લઇ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લામડાપુરા ગામે કંપનીમાં ભાગીદારે કરી ઉચાપત, ભાદરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી
લામડાપુરા ગામે કંપનીમાં ભાગીદારે કરી ઉચાપત, ભાદરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી

By

Published : Jan 9, 2021, 7:50 PM IST

  • સાવલીના લામડાપુરા ગામની કંપનીમાં ભાગીદારે ઉચાપત કરી હોવાના આક્ષેપ
  • ભાગીદારે ગેર વહીવટ કરીને કંપનીને નુકસાન પહોંચાડ્યું
  • પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી કંપનીના એક ભાગીદારે ગેર વહીવટ કરીને કંપનીને નુકસાન પહોંચાડી 1.18 લાખની ઊચાપત કરી હોવાની ફરિયાદ ભાદરવા પોલીસ મથકમાં નોંધાય હતી. જેને લઇ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કંપનીના ભાગીદારે ઉચાપત કરી

ભાદરવા પોલીસ નોંધાવેલી ફરિયાદમાં કાર્તિકભાઈ દિનેશભાઈ શેઠે જણાવ્યુ છે કે, તેમની એડહેસિવ સ્પેશિયાલિટિઝ નામની પાર્ટનર શિપ ફર્મમાં 5 ભાગીદારો છે. જેમાં લામડાપુરા સ્થિત કંપનીનો વહીવટ પાર્ટનર નવીન શર્મા કરે છે. નવીન શર્માએ લોકડાઉન દરમિયાન કંપનીના કાયમી ગ્રાહકોને ખોટી સલાહ આપીને તેમજ ટેકનિકલ સમજ આપીને ગેરમાર્ગે દોરીને કંપનીનો ઓર્ડર કેન્સલ થાય તેવું કૃત્ય કરીને આર્થિક રીતે નુકસાન પહોંચાડ્યું હતુ. જેના કારણે કંપનીની ઇમેજને નુકસાન થતા ગ્રાહકોએ કંપની પરથી વિશ્વાસ ગુમાવ્યો હતો. વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગમાં અન્ય 4 પાર્ટનરે જણાવ્યું હતું કે, આવી રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય અને ગ્રાહકોનો વિશ્વાસ ના ગુમાવો તેમ જણાવવામાં આવ્યું હતુ.

લામડાપુરા ગામે કંપનીમાં ભાગીદારે કરી ઉચાપત, ભાદરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી

ઉચાપતની ફરિયાદ નોંધાઇ

કંપનીનું મટીરીયલ કંપનીના ગ્રાહકને અન્ય નામથી વેચી દઈ 1.18 લાખની ઉચાપત કરી હતી, ત્યારે નવીન શર્માએ કહ્યું કે, મારી કામ કરવાની આ જ રીત છે. તેમ કહી પાર્ટનરશીપમાંથી છૂટા થઈ ગયા હતા. ત્યારબાદ કંપનીમાં કામ કરતા ધર્મેન્દ્રને કંપનીમાથીં CCTV કેમેરા બંધ કરીને માલ કાઢી આપવા માટે દબાણ કરતો હતો. બાદમાં અન્ય પાર્ટનર દ્વારા પ્લાન્ટની મુલાકાત લેતા કાગળોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કંપનીમાં ગેરવ્યવહાર થયા છે. પોલીસે ફરિયાદના આધારે નવીન સુરેશ કુમાર શર્માએ 301, પૂજન બિલ્ડીંગ, યોગી ગ્રીન રેસીડેન્સી, છાણી દુમાડ રોડ, વડોદરા, ભાર્ગવ ભગવત સિંહ વાઘેલા, જશવંતકુમાર ઇગનાશ ભાઈ પરમાર, ધર્મેન્દ્ર સિંહ હિંમતસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓએ ભેગા મળીને કંપનીનું મટીરીયલ વાપરી કંપનીના જ કસ્ટમરને અન્ય નામથી વેચાણ કરી રૂપિયા 67,800 નું નુકસાન તેમજ પેટી કેસના 50,000 રૂપિયા વાપરી હિસાબ ન આપી રૂપિયા 1,18,000 હજારની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details