ગુજરાત

gujarat

ETV Bharat / state

બરોડા ડેરીની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

સાવલી,ડેસર,તાલુકાના પૂર્વ ડેરી ડિરેક્ટરોની બરોડા ડેરીની ચૂંટણીમાં થયેલ જીતને લઇ સાવલી ડેસર તાલુકામાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જોકે, વિજયની ખુશીમાં સરકારની ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા.

elections
elections

By

Published : Dec 30, 2020, 7:38 AM IST

  • બરોડા ડેરીની ચૂંટણીમાં ફરીથી ભાજપ પ્રેરિત પેનલનો વિજય
  • 2 ઉમેદવારો સાવલી પહોંચતા ધારાસભ્યએ આવકાર્યા
  • ફટાકડાં ફોડી વિજયોત્સવ મનાવ્યો, કોરોનાની ગંભીરતા નેવે મુકાઈ

વડોદરા : જિલ્લાની પ્રતિષ્ઠિત એવી બરોડા ડેરીની ચૂંટણીમાં સાવલી-ડેસર તાલુકાના ભાજપા પ્રેરિત પેનલના બંન્ને ઉમેદવાર પૂર્વ ડેરી ડિરેક્ટરોનો ભવ્ય વિજય થતાં સાવલી અને ડેસર તાલુકાના ભાજપી મોવડી મંડળમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. વિજયી બનેલા ઉમેદવારો સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવી પહોંચતા ધારાસભ્ય કેતન ઈનામદારે તેઓને આવકારી સ્વાગત કર્યું હતું.

બરોડા ડેરીની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

જીતની ખુશીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

બરોડા ડેરીના શાસનમાં ગત ટર્મમાં ડેરી ડિરેકટર રહી ચૂકેલા સાવલી ડેસર તાલુકાના બે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર સાવલી તાલુકા ઝોન 5ના ઉમેદવાર રામસિંહ વાઘેલા 65 વોટથી અને ડેસર તાલુકા ઝોન 6ના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજી 75 વોટથી વિજેતા જાહેર થતાં સાવલી ડેસર તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ભાજપી કાર્યકરોએ માર્ગ પર ફટાકડા ફોડી ઉમેદવારોને આવકારાયાં હતાં. બન્ને વિજેતા ઉમેદવારો સાવલીના સુપ્રસિધ્ધ ભીમનાથ મહાદેવ મંદિર અને સ્વામીજીની સમાધીએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જ્યાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તેમની જીતને આવકારી સ્વાગત કર્યું હતું અને દૂધ ઉત્પાદકો પશુપાલકોના હીતની જાળવણી કરી વહીવટ કરવા વિજેતા ઉમેદવારોને જણાવ્યું અને તેમના ભવ્ય વિજય બદલ મતદારોનો ભારતીય જનતા પાર્ટી વતી આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details