વડોદરા : ડભોઇ તાલુકામાં પોષ વદ અમાસ નિમિત્તે તીર્થધામ કરનાળીના કુબેર ભંડારી મંદિર (Kuber Bhandari Temple of Karnali) શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. જેમાં વ્યંઢળના વેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસાનું ઉઘરાણુ કરતા ત્રણ નકલી વ્યંઢળો ઝડપાયા હતા.બરાનપુરા વ્યંઢળ સમાજે (Dabhoi Taluka Vyndhal Samaj) ઝડપી પાડી તેવોને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યા હતા.
ત્રણેય પુરુષ વ્યંઢળના વેશમાં બહુરૂપિયા
પોષ વદ અમાવાસ્યા દિવસે ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ત્યારે કેટલાક વ્યંઢળો મંદિરમાં આવન-જાવન કરતાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસાનું ઉઘરાણુ કરતા હોવાની જાણ વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજના પ્રમુખ અંજના માસીને થઈ હતી. જેથી તેઓ તાબડતોબ મંડળના અન્ય સભ્યો સાથે વડોદરાથી કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર ખાતે આવી પહોંચ્યા અને આ ત્રણેય વ્યંઢળોની કડકાઇ પૂછપરછ કરી હતી. જેમાં આ ત્રણેય પુરુષ વ્યંઢળના વેશમાં બહુ રૂપિયા (Dabhoi Taluka Fake Vyndhal) હોવાનું માલુમ પડ્યું હતું.