કૃષિ મેળાની તૈયારીઓની સમીક્ષા બેઠક કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં તેઓએ તમામ નોડલ અધિકારીઓને ગરમીને ધ્યાનમાં રાખીને પાણી સહિતની વ્યવસ્થાની કાળજી લેવાના સુચનો કર્યા હતા. તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાની જાણકારી મળી રહે તેવા સ્ટૉલ્સ લગાડવા માટે સૂચનો કર્યા હતા.
વડોદરામાં 8 સ્થળોએ યોજાશે ખરીફ કૃષિમેળો
વડોદરાઃ રાજ્યના ખેડૂતો વૈજ્ઞાનિક પધ્ધતીથી ખેતી કરતા થાય અને આધુનિક કૃષિ ટેકનોલોજી અને કૃષિ સંલગ્ન વ્યવસાયના અદ્યતન જ્ઞાનથી વાકેફ થાય તેવા રાજ્ય સરકારના પ્રયાસો હોય છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં 15મો કૃષિમેળો યોજવામાં આવશે. વડોદરા જિલ્લામાં આગામી તારીખ 17ના રોજ 08 સ્થળોએ ખરીફ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કૃષિ મેળામાં 20 જેટલા સ્ટોલ લગાડવામાં આવશે. જેમાં 10 સરકારના જુદા-જુદા વિભાગના અને 10 જેટલા સ્ટોલ ખાનગી કંપની દ્વારા લગાડવામાં આવશે. ખેડૂતો સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવતા થાય તેવા માટે ખાસ એક સ્ટોલ GGRC દ્વારા ગોઠવવામાં આવશે. ખેડૂતોને સ્ટોલ ઉપરથી ખેડૂતોને ટેકનિકલ સાહિત્ય અને લાગુ પડતી રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓ અંગેનું સાહિત્ય પણ વિતરણ કરવામાં આવશે. સાથે-સાથે તાલુકા કક્ષાએ પશુ આરોગ્ય કેમ્પ યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપાઓનું બુકીંગ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.