- કિશનવાડી વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
- 31 જેટલા કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું
- સાડા તેર મીટરના રોડ ઉપર લોકોએ ગેરકાયદે દબાણો ઉભા કર્યા
વડોદરાઃ શહેરમાં ઠેર-ઠેર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો છે. જયાં આભ જ ફાટયુ હોય ત્યાં પાલિકા કેવી રીતે થીંગડા મારે ? આવુ જ કાંઇક શહેરના વિકસીત કિશનવાડી વિસ્તારમાં જોવા મળ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં.9માં કિશનવાડીથી ઝંડા ચોક વિસ્તારના ટીપી - 5માં સાંઇ ડુપ્લેક્ષથી જનતા ચોક ગિરીરાજ સોસાયટી સુધીના 13.50 મીટરના રોડ પાસે મકાનોમાં રહેતા લોકોએ પોતપોતાની રીતે રોડ પર ગેરકાયદે દબાણો કાચા પાકા બનાવી દીધા હતા. જીઈબી,ટીપી સ્ટાફ, ફાયરબ્રિગેડ તેમજ પાણીગેટ પોલીસને સાથે રાખી કામગીરી હાથ ધરાઇ હતી.
આ પણ વાંચોઃભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવ્યાં