વડોદરા : લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસે હવે ડ્રોનનાં માધ્યમથી નિરીક્ષણ શરૂ કર્યું છે. કોરોનાં સામેના જંગમાં ભારત સંપૂર્ણ પણે લોકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ લોકડાઉનને તોડનારા લોકોની સામે કડક પગલા લઇ રહી છે. તેમજ પોલીસ વધુ કમરકસી લોકડાઉનનો અમલ કરાવી રહી છે. પોલીસે લોકો પર નજર રાખવા ડ્રોનનો સહારો લીધો છે. એરિયલ વ્યૂહનાં માધ્યમથી લોકડાઉન ઉપર નજર રખાઈ રહી છે. જેના આધારે આ તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા લોકડાઉનમાં પોલીસ ડ્રોન વડે રાખી રહી છે લોકો પર નજર
વડોદરામાં કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસે ડ્રોન છોડી એરિયલ વ્યૂહનાં માધ્યમથી લોકો ઉપર નજર રાખી રહી છે.
લોકડાઉનમાં પોલીસ ડ્રોન વડે રાખી રહી છે લોકો પર નજર
કોરોના વાઈરસના લોકડાઉનને પગલે વડોદરા પોલીસ દ્વારા ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન લોકો બહાર ન નીકળે તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે. વડોદરા શહેરના તમામ ટ્રાફિક જંક્શન, તમામ વિસ્તારો અને ચેક પોસ્ટો ઉપર પોલીસ તૈનાત છે, ત્યારે પોલીસ ડ્રોનની મદદથી પણ નજર રાખી રહી છે.