ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ

વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને ડીડીઓ કિરણ ઝવેરીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી
વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી

By

Published : Mar 20, 2021, 10:20 AM IST

  • વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
  • જિલ્લા કલેક્ટર અને ડીડીઓની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઇ
  • સભામાં સત્તાવાર હોદ્દેદારોની બિનહરીફ વરણી

વડોદરા : જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠાકોમાંથી ભાજપને 27 અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી. ભાજપના 27 સભ્યોમાં મહિલા સભ્યોની સંખ્યા 15 અને પુરુષ સભ્યોની સંખ્યા 12 છે. આજે શનિવારના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે અશોક પટેલ(પોર) અને ઉપપ્રમુખ તરીકે મોહન પરમાર સાવલીની સત્તાવાર વરણી કરવામાં આવી હતી.

પ્રમુખ-ઉપપ્રમુખ

આ પણ વાંચો : પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન સોલંકીની વરણી કરાઈ

બંન્ને હોદ્દા પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા


જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેમાં ફોર્મ નહિ ભરતા આ બંન્ને હોદ્દા પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખના ફોર્મ ભરતાં પહેલા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે ચૂંટાયેલા સભ્યોની એક મિટિંગ બોલાવી હતી. તેમાં સભ્યોને પક્ષના મેન્ડેટ વિશેનું મહત્વ સમજાવ્યું હતું. જે સભ્યો મેન્ડેટનો ભંગ કરશે કે મિટિંગમાં હાજર નહિ રહે તેની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી.

જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભા

આ પણ વાંચો : ઉમરગામ ન.પા. સહિત ઉમરગામ-વાપી તા. પંચાયતમાં પ્રમુખ-ઉમપ્રમુખની વરણી

પ્રમુખ તરીકે અશોક પટેલ પોરની વરણી

પ્રમુખ તરીકે અશોક પટેલ પોર, ઉપપ્રમુખ તરીકે મોહન પરમાર સાવલી, કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્ર પટેલ જરોદના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે પક્ષના નેતા તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુધાબેન પરમાર મોભા, તેમજ પક્ષના દંડક તરીકે મથુરભાઈ રાઠોડિયા સયાજીપુરાની જાહેરાત કરાઈ હતી. આજે મળેલી સામાન્ય સભામાં હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી

ABOUT THE AUTHOR

...view details