ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના ભાદરવા ગામમાં રૂ. 85 લાખના ખર્ચે પાણી પૂરવઠા યોજના શરૂ કરાઈ - Nal se Jal Yojana

વડોદરામાં સાવલીના ભાદરવામાં છેલ્લા ઘણા સમયથી લોકોને પીવાનું ચોખ્ખું નથી મળી રહ્યું. લોકોને ચોખ્ખું પાણી મળી રહે તે હેતુથી ભાદરવા ખાતે રૂ. 85 લાખના ખર્ચે નવી પાણી પૂરવઠા યોજનાનો ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 2 નવા બોરવેલ, 2 ટાંકી અને નવી પાઈપલાઈન નાખવામાં આવશે.

વડોદરાના ભાદરવા ગામમાં રૂ. 85 લાખના ખર્ચે પાણી પૂરવઠા યોજના શરૂ કરાઈ
વડોદરાના ભાદરવા ગામમાં રૂ. 85 લાખના ખર્ચે પાણી પૂરવઠા યોજના શરૂ કરાઈ

By

Published : Jan 2, 2021, 5:42 PM IST

  • જલ જીવન યોજના હેઠળ સાવલીના ભાદરવામાં નવી પાણી પુરવઠા યોજના શરૂ
  • 2 નવા બોરવેલ, 2 ટાંકી અને નવી પાઈપલાઈન નાખવામાં આવશે
  • લાંબા સમયથી ફ્લોરાઇડયુક્ત પાણી પીવા રહેલા ગ્રામજનોને રાહત મળશે

વડોદરાઃ સાવલી તાલુકાના ભાદરવા ગામે ભારત સરકારની જલ જીવન યોજના હેઠળ નવીન પાણી પૂરવઠા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આથી લાંબા સમયથી ફ્લોરાઈડવાળું પાણી પીતા ગ્રામજનોમાં ચોખ્ખું પીવાનું પાણી મળવાથી આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

વડોદરાના ભાદરવા ગામમાં રૂ. 85 લાખના ખર્ચે પાણી પૂરવઠા યોજના શરૂ કરાઈ
નવીન પાણી પૂરવઠા યોજનાનો પ્રારંભ થતા ગ્રામજનોમાં ખુશી

લાંબા સમયથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા ભાદરવા ગામના લોકોને ફ્લોરાઈડયુક્ત પાણી પીવાની ફરજ પડી હતી. ભાદરવા પંચાયત દ્વારા બનાવાયેલા 6 બોરવેલનું પાણી પીવાલાયક ન રહેતાં ગામ લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટો ખતરો ઊભો થયો હતો. આના નિવારણ માટે ખાનગી કંપનીના સહયોગથી આર.ઓ પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો હતો. નલ સે જલ યોજના હેઠળ રૂ. 85 લાખના ખર્ચે નવીન શુદ્ધ પાણી પૂરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી.

2 નવા બોરવેલ, 2 ટાંકી અને નવી પાઈપલાઈન નખાશે

લોકોને હવે ફ્લોરાઈડ વિનાનું પીવાલાયક પાણી મળશે

ભાદરવા ગામના સરપંચ અને પંચાયત સભ્યોના પ્રયત્નોથી ભારત સરકારની જલ જીવન મિશન "નલ સે જલ" યોજના હેઠળ ગ્રામજનોના લાભાર્થે રૂ. 85 લાખના ખર્ચે નવીન શુદ્ધ પાણી પૂરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે. આનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ 2 નવા બોરવેલ, 2 ટાંકી અને નવી પાઈપલાઈન નાખવામાં આવશે. બંને નવા બોરવેલનું પાણી ફ્લોરાઈડ વિનાનું છે અને પીવાલાયક છે. આ પ્રસંગે વડોદરાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details