ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના વરણામામાં ગુરુકુળની 35મી શાખાનું કરાયું લોકાર્પણ

વડોદરા: શહેરમાં આવેલા વરણામા ખાતે રાજકોટ ગુરુકુળની 35મી શાખા અને આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણની સુવિધા આપતી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Mar 21, 2019, 11:59 PM IST

વડોદરા નજીક વરણામામાંસ્વામી ધર્મજીવનદાસ સ્થાપિત સંસ્થાની નવી પહેલ પ્રસંગે વડતાલ પીઠધિસ રાકેશપ્રસાદ, વૈષ્ણવાચાર્ય, વ્રજરાજકુમાર, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાંહતા. આ પ્રસંગે વિજયરથ પ્રદાન કરીને સંતોએ મુખ્યપ્રધાનનું અભિવાદન કર્યું હતું.રાજકોટ ગુરુકુળે સમાજને અનેક શિક્ષિત દીક્ષિત યુવાનોની ભેટ ધરી છે. જે ધર્મની રક્ષા કરવાની સાથે વિવિધ ક્ષેત્રોમાં સમાજ, રાજ્ય અને દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યાં છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય વ્યક્તિની આધ્યાત્મિક ચેતનાને ખીલવી સમાજ જીવનને મજબૂત બનાવે છે. આ સંસ્થા દ્વારા દીક્ષિત નિર્વ્યસની રચનાત્મક યુવા શક્તિ, શિક્ષણ આરોગ્યની સેવાઓ ગુજરાતને નમૂનેદાર રાજ્ય બનાવે છે. સંતોની સેવાએ ગુજરાતને સંસ્કારી રાજ્યની પ્રતિષ્ઠા અપાવી છે. એર સ્ટ્રાઈકે વિશ્વમાં દેશની અજેયતા પુરવાર કરી છે. જ્યારે દેશમાં રાષ્ટ્રપ્રેમનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો છે. ત્યારે લોકોનું અને સેનાનું ખમીર ઊંચું આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details